fbpx

સુરતમાં રેલવે ટ્રેક પર પેડલોક મામલે ખુલાસો, રેલ કર્મચારી જ આરોપી, આ હતું કારણ

Spread the love

થોડા દિવસો અગાઉ રતના કીમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું, ત્યારબાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના ઉપર નજર છે. સુરત ગ્રામ્ય પોલીસ અને રેલવેના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટનાને સૌથી પહેલા જોનાર રેલવે કર્મચારી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ પ્લાન બનાવ્યો હતો. પોતે જ પેડ લોક કાઢ્યા હતા. NIAને સૌથી પહેલા સુભાષ ઉપર શંકા ગઇ હતી. કેમ કે, 71 પેડ લોક કોઇ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી નાખે એ શક્ય જ નથી.

જ્યારે આ ઘટના સામે આવી તે પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઇ હતી. પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડી નહોતી. કોઇ ફૂટ પ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી નહોતી. જેથી NIAને પહેલાથી જ આશંકા હતી કે, સુભાષ જુૂઠ્ઠું બોલી રહ્યો છે. અત્યારે આ ઘટનાની તપાસ ATS અને NIA કરી રહી છે. સુરત LCB અને SOGએ 3 લોકોને કસ્ટડીમાં લઇને તેમની પૂછપરછ હાથ ધરી છે.

શનિવારે વહેલી સવારે કીમ- કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર અપલાઇન પર રેલવે ટ્રેકની ઇલાસ્ટિક રેલ ક્લિપ (પેડલોક) અને ફીશ પ્લેટ કાઢી નાખીને ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. 71 ERS અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢીને પાટા ઉપર ગોઠવી દેવામાં આવી હતી. પેટ્રોલિંગ કરી રહેલા રેલવે કર્મચારી સુભાષ પોદારે પોતાની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત ઉપજાવી કાઢી હતી. ઘટનાને લઇને કીમ સ્ટેશનના માસ્ટરને માહિતી આપતા તેમણે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર રોકી દેવાતા મોટી દુર્ઘટ થચા ટળી હતી.

તપાસ દરમિયાન સુભાષ પોદારે રેલવે ટ્રેક પર 3 અજાણ્યા ઇસમોને જોવાની વાત કહી હતી. તેણે તપાસ એજન્સીઓને કહ્યું હતું કે વહેલી સવારે લગભગ 5:20 વાગ્યાની સુમારે ટ્રેક ઉપર અજાણ્યા ઇસમોને જોતા તેમને બૂમો પાડી ત્યારે તેઓ ભાગી ગયા હતા. આ ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ દરમિયાન ઘટનાની ગંભીરતા જોતા NIA અને ATSની ટીમો તાત્કાલિક કીમ પહોંચી હતી અને પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી હતી.

NIA અને ATSની ટીમોએ એ રહસ્યને ઉકેલવા પ્રયાસ કર્યો હતો કે, આરોપીઓ પાસે ટેક્નિકલ માહિતી કેવી રીતે હતી. કારણ કે, ટ્રેક પર સાધનો તોડ્યા નહોતા, પરંતુ સાધનો કોઇ રેલ કર્મચારીની જેમ એક એક કરીને કાઢ્યા હતા. એજન્સી મુજબ, આરોપીઓ પાસે આ સાધનો કાઢવા માટે ટેક્નિકલ નૉલેજ છે કે, કોઇએ તેમને આ બાબતે માર્ગદર્શન આપવાની શક્યતા છે. આ દિશામાં પણ એજન્સી તપાસ કરી રહી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સતત આ મામલે નજર રાખી રહ્યું છે. આ ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે.

આ ઘટનાના પગલે રેલવેના તપાસકર્તા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સત્તાવાર પુષ્ટી સવારે 5:24 વાગ્યે થઇ હતી, જેથી સૌ પ્રથમ એ જોવામાં આવી રહ્યું છે કે, આ અગાઉ કઇ ટ્રેનો પસાર થઇ હતી. રેલવેને સવારે 5:24 વાગ્યે ફિશ પ્લેટ ખોલવાની માહિતી મળી, એ અગાઉ આ ટ્રેનો પસાર થઇ ગઇ હતી. જેમાં 12952 દિલ્હી-મુંબઇ રાજધાની એક્સપ્રેસ (કોસંબા-કીમ વચ્ચે સવારે 4:53/4:58 વાગ્યે અપલાઇન પર 130 કિમીની ઝડપે ક્રોસ કરી) અને 14808 ડાઉન દાદર ભગત કી કોઠી (110 કિમી પ્રતિ કલાકની ઝડપે કીમ-કોસંબાથી ડાઉન લાઇન પર સવારે 4:38-4:44 વાગ્યા વચ્ચે પસાર થઇ હતી) છે.

આ ટ્રેનોના લોકો પાયલટોને કોઇ શંકાસ્પદ દેખાતું નહોતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે 4:38-5:00 વાગ્યા વચ્ચે અપ-ડાઉન લાઇનમાં પસાર થયેલી આ ટ્રેનોના લોકો પાયલટને કીમ-કોસંબા વચ્ચેના ટ્રેક પર કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાઇ નહોતી. આ સમય દરમિયાન આ ટ્રેનો તેમની નિર્ધારિત ગતિએ અહીંથી રવાના થઇ હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 71 પેડ લોક ખોલવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે, જેથી આશંકા છે કે, પેડલોક એક બાદ એક ખોલવામાં આવ્યા હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઇ હશે.

જ્યારે આ ષડયંત્રની સૌથી મહત્ત્વની ફિશ પ્લેટ સવારે 5:00- 5:20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર મુકવામાં આવી હશે. પેડલોક હટાવવા મામલે આશંકા છે, પરંતુ 20 મિનિટમાં ફિશ પ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. એવામાં આ ઇસમોએ રાત્રે 3:00 વાગ્યાથી વધુ સમય બાદ એક-એક લોક ખોલ્યા હશે અને ટ્રેન આવી ત્યારે છૂપાઇ ગયા હશે. જ્યારે તેમણે સવારે 5:00-5:20 વાગ્યા વચ્ચે ફિશ પ્લેટ ખોલીને તેને ટ્રેક પર રાખ્યા હતા, જે સમયસર ગેંગમેનની નજરમાં આવ્યા હતા.

અનુભવી વ્યક્તિ અને પર્યાપ્ત સાધનો ઉપલબ્ધ હોય તો જ 30 મિનિટમાં બે ફિશ પ્લેટ ખોલી શકાય છે. આ ઘટનામાં એક કિલોમીટરના અંતરે 2 ફિશ પ્લેટ અને 78 પેડલોક દૂર કરવામાં આવ્યા હતા. આ કામમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. ટ્રેક પર આટલો લાંબો સમય કામ કરવું શક્ય નથી. જેથી આ કામ ટૂંક સમયમાં જ થઇ જાય તેવી સંભાવના છે. આ સમગ્ર અંગે પોલીસ સુપ્રિટેન્ડેન્ટ હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, અમે 140 પોલીસકર્મીઓની ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની પણ મદદ લઇ રહ્યા છીએ, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે, આરોપીઓમાં ટેક્નિકલ નૉલેજ છે એ આ વાત પરથી સ્પષ્ટ થાય છે. કેમ કે તેમણે રેલવેના સાધનો તોડ્યા નથી, પરંતુ કાઢ્યા છે. ઘટનાને અંજામ કંઇ રીતે આપવાની છે તે માટે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હતું. આરોપીમાં ટેક્નિકલ નૉલેજ છે. જેથી અનેક શંકાઓ જાય છે. આ એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!