છેલ્લાં કેટલાંક દિવસોથી દુનિયામાં પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળનો મુદ્દો ગાજેલો છે. હવે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ભેળસેળને ગંભીર ગણાવી છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સામેલ થયા રામનાથ કોવિંદે કહ્યું કે,તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળની વાત પરથી એમ થાય છે કે દેશના દરેક મંદિરોમાં આવું હોય શકે છે. આ વાતની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ. તેમણે કહ્યું કે, હવે કોઇ પણ મંદિરનો પ્રસાદ મળે તો શંકા ઉપજે છે.
તેમણે કહ્યું કે વારાણસીમાં બાબા વિશ્વનાથના મંદિરમાં મારા સહયોગીઓ દર્શન કરવા માટે ગયા હતા અને તેમણે મને પ્રસાદ આપ્યો તો તરત મારા મનમાં શંકા ગઇ કે આ પ્રસાદમાં પણ ભેળસેળ તો નથી ને.