fbpx

તિરૂપતિ લાડુ વિવાદની આખા દેશમાં અસર, મંદિરોમાં પ્રસાદ ચઢાવવા પર બેન, સેમ્પલો..

Spread the love

આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવતા ‘પ્રસાદમ્ લાડુ’માં પશુઓની ચરબીની ભેળસેળ કરવાને લઇને ઉઠેલા વિવાદ વચ્ચે દેશભરના ઘણા મંદિરોમાં ચઢાવાતા પ્રસાદો પર અથવા તો રોક લગાવી દેવામાં આવી છે કે પછી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લખનૌના પ્રસિદ્ધ મનકામેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા બહારથી લાવીને પ્રસાદ ચઢાવવા પર રોક લગાવી દેવામાં આવી છે. મંદિર પ્રશાસને ભક્તોને આગ્રહ કર્યો છે કે તેઓ ઘરનો પ્રસાદ કે સૂકા મેવા જ ભોગ લગાવે.

તિરૂપતિ મંદિરમાં ભોગ પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ રાજસ્થાન સરકારની ખાદ્ય સુરક્ષાની ટીમ જયપુરના મોતી ડૂંગરી મંદિરે પહોંચી હતી. એડિશનલ ફૂડ સેફ્ટિ કમિશનર પંકજ ઓઝાની આગેવાનીમાં ટીમે ભોગ પ્રસાદ બનાવતી રસોઇ અને શુદ્વતાના પ્રમાણોની તપાસ કરી. ઘી અને પાણીને સારી રીતે ચેક કર્યા. નિરીક્ષણ બાદ આ મંદિરમાં ભોગ પ્રસાદને બધા પ્રમાણ પર શુદ્ધ અને સુરક્ષિત બતાવ્યા. તિરૂપતિની ઘટના બાદ મથુરામાં પણ ખાદ્ય અને ઔષધિ પ્રશાસન વિભાગ (FSDA) સક્રિય થઇ ગયો અને છેલ્લા 48 કલાકમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રસાદના રૂપમાં વેચાઇ રહેલા પદાર્થોના કુલ 13 સેમ્પલ જમા કરીને લેબ મોલવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ, વૃંદાવનના ઠાકુર બાંકેબિહારી મંદિર અને ગોવર્ધનના દાનઘાટી મંદિર બહાર આવેલી દુકાનો પરથી આ સેમ્પલ લેવામાં આવ્યા. FSDAના આસિસ્ટન્ટ કમિશનર ધીરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ ટીમે ઠાકુર બાંકેબિહારી મંદિર, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ગોવર્ધન મંદિર બહાર પ્રસાદની દુકાનોમાંથી સેમ્પલ લીધા અને તેમને તપાસ માટે લેબ મોકલી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લેબનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઇ જશે કે અહી વેચાઇ રહેલા પ્રસાદના રૂપમાં ભોગ લગાવાતા પદાર્થોમાં કોઇ પ્રકારની ભેળસેળ છે કે નહીં.

સિંહે જણાવ્યું કે, આખા જિલ્લામાં મોટા પ્રમાણ પર પ્રસાદની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવશે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ ટીમો જઇને નમૂના લઇને કાર્યવાહી કરશે. જ્યાં પણ પ્રસાદનું વેચાણ ખુલ્લામાં જોવા મળશે, ત્યાં નમૂના ભરવાનું અભિયાન વિશેષ રૂપે ચલાવવામાં આવશે. છેલ્લા 2 દિવસમાં ટીમે લગભગ 13 સ્થળો પરથી સેમ્પલ જમા કર્યા હતા. એ સેમ્પલોને પણ લેબ મોકલવામાં આવ્યા છે. સેમ્પલના તપાસ રિપોર્ટ મળ્યા નથી. રિપોર્ટ મુજબ જેના સેમ્પલ તપાસમાં અનુપયુક્ત જોવા મળશે, તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!