કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયા પર જમીન કૌભાંડના મામલે કેસ ચાલશે. ગવર્નરે તેના માટે મંજૂરી આપી હતી, જેની વિરુદ્ધ સિદ્ધારમૈયાએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇ કોર્ટે સિદ્ધારમૈયાની અરજી ફગાવી દેવામાં આવી છે અને ગવર્નર તરફથી આપવામાં આવેલી મંજૂરીને યોગ્ય કરાર આપ્યો છે. મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ના પ્લોટોની ફાળવણીમાં કૌભાંડના આરોપ છે, જેમાં રાજ્યપાલ થાવરચંદ ગહલોતે સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. એ સિવાય સિદ્ધારમૈયા હાઇકોર્ટ ગયા હતા.
તેમની અરજી પર અરજી સુનાવણી કરતા જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ કહ્યું કે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તરફથી કેસ ચલાવવાની મંજૂરી નિયમો હેઠળ આપવામાં આવી હતી. આ મામલે એક્ટિવિસ્ટ ટી.જે. અબ્રાહમ, એસ. કૃષ્ણા અને પ્રદીપ કુમાર SPએ ફરિયાદ નોંધાવી હતી. જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું કે, સામાન્ય રીતે રાજ્યપાલ મંત્રી પરિષદની ભલામણ પર જ કોઈ નિર્ણય લે છે, પરંતુ સંવિધાન તેમને વિશેષ પરિસ્થિતિઓમાં સ્વતંત્ર નિર્ણય લેવાની પણ મંજૂરી આપે છે.
કોર્ટે કહ્યું કે, આ મામલે ફરિયાદ પર નિર્ણય લેવો જરૂરી હતો. સામાન્ય રીતે રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહ પર નિર્ણય લે છે, પરંતુ ઘણી વખત વિશેષ પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રૂપે પણ નિર્ણય લઈ શકાય છે. આ કેસ એવો જ અપવાદ અને વિશેષ સ્થિતિનો છે. બેન્ચે કહ્યું કે, ગવર્નરના નિર્ણયમાં કોઈ ભૂલ લાગી નથી. અમારા આદેશ સાથે જ નીચલી કોર્ટ તરફથી આવનાર કોઈ વચગાળાનો આદેશ પણ નિષ્પ્રભાવી થઈ જશે. વાસ્તવમાં આ કેસની સુનાવણી સિદ્ધારમૈયાની અરજી પર નીચલી કોર્ટમાં પણ ચાલી રહી છે. હવે હાઇ કોર્ટના નિર્ણય બાદ એ કેસ ખતમ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 16 ઑગસ્ટે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના સેક્શન 17(A) હેઠળ સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ આખો મામલો 3.14 એકર જમીન સાથે જોડાયેલો છે. આ જમીન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના નામ પર છે. આ કેસને લઈને ભાજપ સતત સિદ્ધારમૈયા વિરુદ્ધ હુમલાવર હતી. આ મામલામાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટી (MUDA) મૈસૂર શહેરના વિકાસ કાર્યો માટે આ ઓથોરિટી સ્વાયત્ત સંસ્થા છે. જમીનના અધિગ્રહણ અને ફાળવણીનું કાર્ય ઓથોરિટીની જ જવાબદારી છે.