fbpx

હવે તિરૂપતિ મંદિરના લાડુમાં તંબાકુ મળવાનો દાવો, જુઓ વીડિયો

Spread the love

તિરૂપતિ સ્થિત મંદિર પ્રસાદમાં કથિત રૂપે પશુઓની ચરબી હોવાનો વિવાદો ચાલી રહ્યો છે. આ દરમિયાન એક મહિલા તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રી વેંકટેશ્વરા મંદિરમાં મળેલા લાડુની અંદર તંબાકુનું પેકેટ મળ્યું છે. જો કે, તેને લઈને મંદિર પ્રશાસન તરફથી સત્તાવાર રૂપે કંઇ કહેવામાં આવ્યું નથી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યા હતા કે જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરૂપતિ મંદિરમાં વહેચાતા લાડુઓમાં પશુઓની ચરબી હોવાનું જાણવા મળ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ, ખમ્મમ જિલ્લાની રહેવાસી દોન્થુ પદ્માવતીએ આરોપ લગાવ્યો છે કે તેને પ્રસાદના રૂપમાં મળેલા લાડુની અંદર કાગળમાં તંબાકુ હતું. તે 19 સપ્ટેમ્બરે તિરૂપતિ મંદિર ગઈ હતી. એ દરમિયાન તે પરિવાર અને પાડોશીઓ માટે પ્રસાદમ લઈ આવી હતી. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું કે, પ્રસાદ વહેચવા અગાઉ જ તેને લાડુની અંદર તંબાકુ મળી ગયું હતું. તેણે કહ્યું કે, હું લાડુ વહેચવાની જ હતી કે અચાનક એક નાનકડા કાગળના ટુકડામાં તંબાકુના અંશ મળવાથી હું ગભરાઈ ગઈ.

તેણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મહિલાએ કહ્યું કે, ‘પ્રસાદમ પવિત્ર હોવું જોઈએ અને એવી ભેળસેળની જાણકારી મળવી દિલ તોડનારી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તિરૂપતિ લાડુ બનાવવામાં પશુઓની ચરબીના કથિત ઉપયોગની તપાસને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી છે, સ્વામીએ પોતાની અરજી બાબતે સોશિયલ મીડિયા મંચ X  પર પણ પોસ્ટ કરી છે.

તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘આજે મેં એક જનહિતની અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટ પાસે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નિરાધાર આરોપોની તપાસના નિર્દેશ આપવાની માગ કરી છે. નાયડુએ આરોપ લગાવ્યો છે કે તિરૂપતિ તિરૂમાલા મંદિરના પ્રસાદમાં પશુઓના માંસ અને અન્ય સડેલા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે, જેનાથી ભક્તોમાં અફરાતફરી મચી ગઈ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!