fbpx

શું કુમારી સૈલજાના કારણે હરિયાણામાં ચૂંટણી પ્રચારથી દૂર હતા રાહુલ?હકીકત આવી સામે

Spread the love

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કુમારી સૈલજાની નારાજગીના કારણે કોંગ્રેસ પૂરી રીતે ફસાયેલી નજરે પડી રહી હતી. ઘણા દિવસોથી કુમારી સૈલજાનું મૌન ચિંતા વધારી રહ્યું હતું, પરંતુ હવે તેમણે પોતે સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસથી કોઇ નારાજગી નથી અને તેઓ જલદી જ ચૂંટણી પ્રચારમાં ઉતરશે, પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે રાહુલ ગાંધી હરિયાણામાં ચૂંટણી પ્રચારથી કેમ દૂર છે? તેની પાછળ ક્યાંક કુમારી સૈલજાનું મૌન તો કારણ નથી? હવે હકીકત સામે આવી ગઇ છે.

કુમારી સૈલજા 12 સપ્ટેમ્બરથી હરિયાણામાં પ્રચારથી દૂર હતા. તેમણે એકદમ મૌન સાધી રાખ્યું હતું. તેને લઇને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. અહી સુધી કહેવામાં આવ્યું હતું કે તેઓ ભાજપના સંપર્કમાં છે, પરંતુ હવે કુમારી સૈલજાએ પોતે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 26 સપ્ટેમ્બરના રોજ નરવાનાથી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. જેવા જ આ સમાચાર સામે આવ્યા, તેના થોડા જ સમય બાદ ખબર પડી કે રાહુલ ગાંધીએ પણ હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે ઉતરવાનો દિવસ નક્કી કરી દીધો છે.

જે દિવસે કુમારી સૈલજા ચૂંટણી પ્રચાર માટે ઉતરશે, એજ દિવસે એટલે કે 26 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર કરવા હરિયાણાના મેદાનમાં હશે. કોંગ્રેસના પદાધિકારીઓ મુજબ રાહુલ ગાંધી 26 સપ્ટેમ્બરથી હરિયાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે તેમણે પહેલી રેલી અસંધથી ઉમેદવાર શમશેર સિંહ માટે કરવાની નક્કી કર્યું છે. શમશેર સિંહને કુમારી સૈલજાના નજીકના કહેવામાં આવે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી કુમારી સૈલજાનું માન રાખવા માટે તેમના નજીકના ઉમેદવારથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. જેથી તેમની થોડી નારાજગી ઓછી થઇ શકે.

ગત દિવસોમાં ચલાલા ભાજપના દલિત વિરોધી અભિયાન અને કુમારી સૈલજાની નારાજગીને લઇને રાહુલ ગાંધી ખૂબ સજાગ છે. જો કે, રાહુલ ગાંધીએ સંતુલન બનાવતા પોતાની બીજી રેલી બરવાલામાં નક્કી કરી છે, જે હુડ્ડા જૂથના નજીકના છે. તેનાથી બંને જૂથોને સાધી રાખવામાં કોંગ્રેસને મદદ મળશે. હુડ્ડા અને કુમારી સૈલજાના પક્ષ વચ્ચે હરિયાણા ચૂંટણીમાં ભારે લડાઇ છે અને કોંગ્રેસ નથી ઇચ્છતી કે તેમની લડાઇમાં પાર્ટીને કોઇ નુકસાન થાય.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!