fbpx

તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમમાંથી તંબાકુ નિકળ્યું, નવો વિવાદ

Spread the love

તિરુપતિ બાલાજી મંદિરના લાડુના ઘીમાં ભેળસેલનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતે આરોપ લગાવ્યો છે કે લાડુ પ્રસાદમના ઘીમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબીની ભેળસેળ કરવામાં આવે છે. હવે લાડુમાંથી તંબાકુ નિકળવાનો એક મહિલાએ આરોપ લગાવતા ફરી ખળભળાટ મચી ગયો છે.

ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખમ્મમ જિલ્લાની વતની દોન્થુ પદમાવતીએ કહ્યું છે કે, તે 19 સપ્ટેમ્બરે તિરુપતિ બાલાજી મંદિરે દર્શન કરવા માટે ગઇ હતી અને પડોશી માટે લાડુ પ્રસાદમ લઇને આવી હતી. ઘરે આવીને જોયું તો લાડુમાંથી એક કાગળમાં તંબાકુ મળી આવ્યુ હતું.મહિલાના આરોપે નવો વિવાદ ઉભો કર્યો છે. તિરુપતિ બાલાજી મંદિરોમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ઘણી વખત તો દર્શન કરવામાં એક કે બે દિવસ નીકળી જાય છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!