આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ તેમને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસેન, સૌરભ ભારદ્વાજ અને મુકેશ અહલાવતે મંત્રી પદના શપથ લીધા હતા. દિલ્હીમાં AAPના 62 ધારાસભ્ય હોવા છતા માત્ર 5 નેતાઓને જ મંત્રી બનાવવામાં આવ્યા છે. એવામાં એ જણાવું જરૂરી છે કે જ્યારે દિલ્હીમાં AAPના 60 ધારાસભ્ય છે તો માત્ર 5 જ કેમ મંત્રી બનાવવામાં આવ્યા?
નિયમોના કારણે મંત્રીપરિષદના આકાર સીમિત
વાસ્તવમાં વર્ષ 2003માં અટલ બિહારી વાજપેયીની સરકારે સંવિધાનમાં સરકારના મંત્રીમંડળના આકારને લઈને એક વ્યવસ્થા કરી હતી. આ અગાઉ દેશ અને રાજ્યમાં જેટલી પણ સરકારો હતી, એ દરમિયાન એવું કોઈ પ્રવાધાન લાગૂ થતું નહોતું. જો કે, 91માં સંવિધાન સંશોધન અધિનિયમ, 2003 દ્વારા મંત્રી પરિષદના આકારને સીમિત કરી દેવામાં આવ્યો હતો. તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે વર્ષ 2003માં સંવિધાનનું 91મુ સંશોધન કર્યું. આ સંશોધનના માધ્યમથી મંત્રી મંડળનો આકાર 15 ટકા સુધી સીમિત કરી દેવામાં આવ્યો હતો. તેના આધાર પર કેન્દ્ર અને રાજ્ય કેબિનેટમાં સભ્યોની સંખ્યા નક્કી કરવાની હોય છે.
અગાઉ 15-35 ટકા સુધી રહેતા હતા મંત્રી
આ અગાઉ મંત્રીમંડળના આકારને લઈને કોઈ વ્યવસ્થા નહોતી. તે લાગૂ થવા અગાઉ દેશના અલગ-અલગ રાજ્યોમાં સરકાર હતી, જ્યાં મંત્રીઓની સંખ્યા 15-35 ટકા હતી. 91મુ સંશોધન લાગૂ થવા અગાઉ વર્ષ 2003માં ઉત્તર પ્રદેશ સરકારમાં લગભગ 90 કરતા વધુ મંત્રી હતા. બિહારમાં 80 કરતા વધુ, મહારાષ્ટ્રમાં 65 કરતા વધુ, પશ્ચિમ બંગાળમાં 40 કરતા વધુ અને આંધ્ર પ્રદેશમાં પણ એટલા જ મંત્રીઓની સંખ્યા હતી.
કેજરીવાલ સરકારમાં પણ હતા 5 કેબિનેટ મંત્રી
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2003માં સંવિધાનનું 91મુ સંશોધન લાગૂ થયું હતું. આજ કારણ છે કે AAPના નેતૃત્વવાળી સરકારમાં મુખ્યમંત્રી આતિશી સિવાય માત્ર 5 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારમાં પણ તેમના સિવાય 5 નેતાઓને જ કેબિનેટમાં જગ્યા આપવામાં આવી હતી.