fbpx

બેંગલુરુ ટ્રાફિકમાં ટ્રેન ફસાઈ! વીડિયો વાયરલ થતા રેલવેએ જણાવ્યું સત્ય

Spread the love

તમે બસ, કાર અને ટ્રકને ટ્રાફિકમાં ફસાયેલી જોઈ હશે, પરંતુ બેંગલુરુમાં એક ટ્રેન ફસાઈ ગઈ. તેને બચાવવા માટે રેલવે અને પોલીસ કર્મચારીઓએ લાંબા સમય સુધી કામ કર્યું હતું. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકો આ વાયરલ વીડિયો પર ખુબ મજાક ઉડાવી રહ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે, આખરે બેંગલુરુને ટ્રાફિક જામમાંથી ક્યારે મુક્તિ મળશે. વીડિયો વાયરલ થયા પછી રેલવેએ પણ સ્પષ્ટતા આપી અને સમગ્ર મામલાની સત્ય હકીકત જણાવી.

બેંગલુરુ અવારનવાર ટ્રાફિક જામના કારણે સમાચારોમાં રહે છે. લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઉટર રિંગ રોડ નજીક મુન્નેકોલા રેલવે ફાટક પર એટલો બધો જામ હતો કે ટ્રેનને રોકવી પડી હતી. અનેક વાહનો રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. જેના કારણે લેવલ ક્રોસિંગ નીચે લાવી શકાયું ન હતું અને તમામ વાહનો રેલવે ટ્રેક પર ફસાઈ ગયા હતા. તે વાહનો નીકળે ત્યાં સુધી ટ્રેનને રાહ જોવી પડી હતી.

સુધીર ચક્રવર્તી નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે તેને શેર કર્યો, ત્યારપછી તો તે X, Facebook સહિત ઘણા મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગ્યો. X પર, રાજકુમાર દુગડ નામના યુઝરે લખ્યું, ટ્રેન બેંગલુરુના ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. નવાઈ પામશો નહીં… તે સાચું છે. આપણે ‘બેંગલુરુ સબ રેલ પ્રોજેક્ટ’ ટૂંક સમયમાં શરૂ કરાવી પડશે. તેના કારણે આખા શહેરમાં 26 રેલ્વે ક્રોસિંગ નાબૂદ થશે. કેટલાક યુઝર્સે લખ્યું, આ એક દિવસની વાત નથી, રોજની વાત છે. એકે લખ્યું, હું ઘણીવાર આ દ્રશ્ય જોઉં છું. ઘણા યૂઝર્સે ટ્રેનની મજાક કરી. લખ્યું, તમે પસાર થતા હતા ત્યારે અમે રાહ જોતા હતા, આજે તમને રાહ જોતા જોઈને મજા આવે છે.

વાયરલ વીડિયો પર રેલવેએ તરત જ પ્રતિક્રિયા આપી અને સમગ્ર સત્ય જણાવ્યું. લખ્યું, સોશિયલ મીડિયામાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. લોકો પાયલોટે ધડાકો સાંભળ્યો હતો. તેથી રેલ્વે ક્રોસિંગ પહેલા ટ્રેનને રોકી દેવામાં આવી હતી. લોકો પાયલોટ અને ટ્રેન મેનેજરે આખી ટ્રેનની તપાસ કરી. જ્યારે સ્પષ્ટ થયું કે, ટ્રેનમાં કોઈ સમસ્યા નથી, તો પછી તેને રવાના કરવામાં આવી. ટ્રાફિક જામના કારણે ટ્રેન ઉભી રહી ન હતી. આ માત્ર સાવચેતી તરીકે કરવામાં આવ્યું હતું, જેથી કોઈ જોખમ ન રહે.

રેલ્વેએ કહ્યું કે, જ્યારે ગેટમેનને ખબર પડી કે, ટ્રેન થોડો સમય રોકાશે તો તેણે રેલ્વે ક્રોસિંગ ખોલી નાખ્યું હતું. રેલવે ક્રોસિંગ પર મોટી સંખ્યામાં વાહનો હોવાથી લાંબા સમય સુધી વાહનો ત્યાં અટવાયા હતા. ભારતની સિલિકોન વેલી માટે પ્રખ્યાત બેંગલુરુ અવારનવાર ટ્રાફિક જામના કારણે સમાચારોમાં રહે છે. તાજેતરમાં, એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર ગૂગલ મેપ્સનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કહ્યું કે એક જ સમયે આખા શહેરમાં ક્યાં ટ્રાફિક જામ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!