fbpx

મોહન માઝી બોલ્યા- CM બનવા અગાઉ ઇન્સપેક્ટરે મને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકેલો

Spread the love

વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યા બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઓરિસ્સાના મુખ્યમંત્રી માટે મોહન ચરણ માઝીના નામની જાહેરાત કરી તો લોકો ચોંકી ગયા હતા. મુખ્યમંત્રી બનવાના થોડા દિવસ અગાઉ માઝીને એક પોલીસ સ્ટેશનમાંથી બહાર જવા કહી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતે તેનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના મતવિસ્તારની કેટલીક સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા.

ભુવનેશ્વરમાં લોક સેવા ભવનના કન્વેન્શન સેન્ટરમાં જિલ્લા કલેક્ટરોના સંમેલનને સંબોધિત કરતા મુખ્યમંત્રી મોહન માઝીએ અધિકારીઓને જનપ્રતિનિધિઓને યોગ્ય સન્માન આપવા કહ્યું હતું. તેમણે 2024ની વિધાનસભાની ચૂંટણી અગાઉ પોતાના મતવિસ્તાર ક્યોંઝરમાં NH20 પર આયોજિત કેટલાક વિરોધ પ્રદર્શનો અને રસ્તાઓ પરના અવરોધોની કેટલીક ઘટનાઓનું ઉદાહરણ આપ્યું. ક્યોંઝરથી 4 વખતના ધારાસભ્ય રહી ચૂકેલા માઝીએ કહ્યું કે, ‘જ્યારે હું સમસ્યાને ઉકેલવા અને રસ્તાઓના અવરોધ હટાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો તો ઇન્સ્પેક્ટર મારા પર ગુસ્સે થઈ ગયા અને મને બહાર જવા કહી દીધું.

તેમણે દાવો કર્યો કે, અપમાનના કારણે તેમણે પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથન આશીર્વાદથી હું એક મહિના બાદ મુખ્યમંત્રી બની ગયો. તમે ઇન્સ્પેક્ટરની સ્થિતિની કલ્પના કરી શકો છો, પરંતુ મેં તેમને માફ કરી દીધા કેમ કે મને લાગ્યું કે તેમણે દબાવમાં કામ કર્યું છે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાની બીજૂ જનતા દાળ (BJD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધન સરકારમાં મંત્રી હતા, ત્યારે એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે ક્યોંઝર આવ્યા હતા.

તેમણે કહ્યું કે, ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂ 2000 થી વર્ષ 2004 સુધી નવીન પટનાયકના નેતૃત્વવાળી BJD-BJP સરકારમાં મંત્રી રહ્યા હતા. તેઓ સૌથી પહેલા 6 માર્ચ 2000 થી 6 ઑગસ્ટ 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રીના રૂપમાં કર્યું અને 6 ઑગસ્ટ 2002થી 16 મે 2004 સુધી મત્સ્ય પાલન અને પશુ સંશાધન વિકાસ મંત્રી રહ્યા હતા.

માઝીએ કહ્યું કે, જ્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટર ત્યાં પહોંચ્યા તો તેમને માત્ર કેન્દ્રીય મંત્રીમંડળનું અભિવાદન કર્યું. રાજ્યના મંત્રી રહેલા મુર્મૂને બુનિયાદી સન્માન ન આપ્યું. જો કે, બાદમાં તેમને લાગ્યું કે તેઓ એક મંત્રી હતા, પરંતુ કલેક્ટરે ન તો તેમનું અભિવાદન કર્યું અને ન તો પોતાના વ્યવહાર માટે માફી માગી. એ મંત્રી હવે ભારતના પ્રથમ નાગરિક બની ગયા છે. માઝીએ ગત સરકારના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ દ્વારા વિશિષ્ટ પદો પર વધુ સમય સુધી રહેવાની પણ ચિંતા વ્યક્ત કરી.

તેમણે કહ્યું કે, કોઈ અધિકારીને કોઈ વિશિષ્ટ પદ પર મહત્તમ 3-4 વર્ષ સુધી રહેવું જોઈએ. એવા ઘણા ઉદાહરણ છે જ્યારે અધિકારી 15-20 વર્ષથી વધુ સમય સુધી એક જ સ્થાન પર કામ કરી રહ્યા છે. તમારે એવા અધિકારીઓની ઓળખ કરવા અને તેમને નિયમિત ટ્રાન્સફર સુનિશ્ચિત કરવાની આવશ્યક છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!