બોલિવુડ એક્ટર સૈફ અલી ખાને વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના વખાણ કરતા એક બહાદુર નેતા ગણાવ્યા. સૈફ અલી ખાને કહ્યું કે, રાહુલ ગાંધી ટીકાકારોને ઇમ્પ્રેસિવ રૂપે નિપટવાનું જાણે છે. જ્યારે સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીથી લઈને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ વગેરે પર તેઓ કોને બહાદુર માને છે, જે ભારતને સારા ભવિષ્ય તરફ લઈ જઇ શકે છે. સૈફ અલી ખાને જવાબ આપતા કહ્યું કે આ બધા જ બ્રેવ પોલિટિશિયન છે.
સૈફ અલી ખાન ઈન્ડિયા ટૂડે કોન્કલેવમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને લઈને વાતો કહી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ છે. સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે, તમને કેવા નેતા પસંદ છે. ત્યારે તેમણે જણાવ્યું કે, મને બહાદુર અને ઈમાનદાર નેતા પસંદ છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને લઈને આ વાતો કહી. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ઘણી વખત રાહુલ ગાંધીની બેઈજ્જતી કરવામાં આવી, જેનાથી આગળ વધવામાં તેઓ નિષ્ફળ રહ્યા.
તેમણે કહ્યું કે, મને લાગ્યું કે, રાહુલ ગાંધીએ જે કર્યું છે, એ કમાલ છે. એક સમય એવો પણ હતો, જ્યારે લોકો તેમણે કહેલી વાતો કે તેમણે કરેલા કામોની ડીસરિસ્પેક્ટ કરતા હતા, પરંતુ મને લાગે છે કે તેમણે ખૂબ જ રસપ્રદ રૂપે અને સખત મહેનત કરીને આ સ્થિતિ બદલી દીધી છે. આ અગાઉ સૈફ અલી ખાને એક સવાલના જવાબમાં કહ્યું કે, હાલમાં મારો રાજનીતિમાં સામેલ થવાનો કોઈ ઇરાદો નથી. મને લાગે છે કે દેશે ખૂબ સ્પષ્ટ રૂપે પોતાની વાત કહી દીધી છે.
સૈફે વધુમાં જણાવ્યું કે, હું એક વાતથી ખુશ છું કે ભારતમાં લોકતંત્ર જીવિત છે અને ફળી-ફૂલી રહી છે. હું નેતા નથી. હું વાસ્તવમાં નેતા બનવા માગતો નથી. જો તેની પાસે મજબૂત વિચાર હોત (રાજનીતિ બાબતે) તો તેને લાગે છે કે તે નેતા બની જતો. સૈફની ફિલ્મોની વાતો કરીએ તો પેન ઈન્ડિયા ફિલ્મ ‘દેવરા પાર્ટ વન’ 27 સપ્ટેમ્બરે રીલિઝ થઈ ગઈ છે. તેમાં તેની સાથે જુનિયર NTR અને જાહ્નવી કપૂર છે.