fbpx

ગુજરાત સરકાર અને ગોવિંદ ધોળકીયાની કંપની મોટી યુનિવર્સિટી બનાવશે

Spread the love

દુનિયાભરમાં જાણીતા ડાયમંડના વેપારી, રાજ્ય સભા સાંસદ અને શ્રી રામક્રિષ્ણા એકસ્પોર્ટસના માલિક ગોવિંદભાઇ ધોળકીયાની સંસ્થા એસઆરકેનોલેજ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ગુજરાત સરકાર અને SRK નોલેજ ફાઉન્ડેશન ભેગા મળીને સ્કીલ યુનિવર્સિટી અને સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરશે. આ પ્રોજેક્ટમાં સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેનિંગની સાથે ભગવદ ગીતાનું મહામૂલ્ય ભાથું પણ આપવામાં આવશે. કમાણીની સાથે ચારિત્ર્ય ઘડતર આ યુનિવર્સિટીમાં કરવામાં આવશે. ગુજરાત સરકાર યુનિવર્સિટીની સ્થાપનાને જરૂરી સહાય, નોંધણી, મંજૂરી આપવાનું કામ કરશે, જ્યારે  SRK નોલેજ ફાઉન્ડેશન ફેકલ્ટી, સંશોધન, વર્કશોપ, સ્ટાફ, કોન્ફરન્સ વગેરેની વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટમાં લગભગ 1000 લોકોને રોજગારી મળશે. 2025થી તબક્કાવાર પ્રોજેક્ટ શરૂ કરાશે. જાણવા મળેલી માહિતી મુજબ આ યુનિવર્સિટી ઉભરાટમાં શરૂ કરાશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!