fbpx

હું કોઈને વોટ નહીં આપીશ… 77 વર્ષના દાદી ચૂંટણીને લઈને ગુસ્સે, જાણો શું છે કારણ

Spread the love

હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થશે, પરંતુ લગભગ 49 વર્ષથી મતદાન કરી રહેલા 77 વર્ષના દાદીએ આ વખતે મતદાન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તો ચાલો જાણીએ આખી વાત શું છે….

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધી ગયો છે. તમામ પક્ષો લોકોને રીઝવવા માટે મોટા મોટા વચનો આપી રહ્યા છે, પરંતુ આ વખતે જનતાએ પણ નેતાઓના આ પોકળ વચનોના ન ફસાવાનો નિર્ણય કરી લીધો છે. આનું સૌથી મોટું ઉદાહરણ સ્થાનીય નિવાસી 77 વર્ષીય દાદી છે, જે પોતે લગભગ 49 વર્ષથી મતદાન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે પોતાનો મત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

મથુરાની મૂળ વતની, પ્રેમવતી (અમ્મા) 2007થી તિરકા કોલોની, બલ્લભગઢમાં રહે છે. વૃદ્ધ હોવા છતાં, તેઓ દરેક ચૂંટણીમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે છે, અને મત આપવા જાય છે. પરંતુ આ વખતે તેમણે આ વખતની ચૂંટણી દરમિયા મતદાન કરવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે, ‘હું કોઈપણ પક્ષને મત આપવા જઈશ નહીં.’

જ્યારે એક મીડિયા ચેનલે તે વૃદ્ધ અમ્મા સાથે વાત કરી તો, તેમણે નિરાશ થઈને વાત કહી હતી, તેમનું કહેવું છે કે, તેમનો વિસ્તાર છેલ્લા 10 વર્ષથી વિકાસના કામો માટે રાહ જુએ છે. દરેક ચૂંટણીમાં નેતાઓ મોટા-મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી લોકોની સમસ્યાઓ પરથી તેમની નજર ફરી જાય છે. અને તેમની સમસ્યાઓ તરફ તેઓ નજર પણ નાખતા નથી. તેમણે અનેક સરકારો અને નેતાઓને આવતા-જતા જોયા છે, પરંતુ તેમના વિસ્તારનો વિકાસ હજુ પણ થયો નથી. આ વખતે તે કોઈ પાર્ટીને વોટ નહીં આપે.

અમ્મા કહે છે કે, નેતાઓ ચૂંટણી વખતે આપેલા તેમના વચનો નિભાવતા નથી. તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને વચનો આપે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી જોતા પણ નથી. જેના કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. તેના વિસ્તારના અન્ય લોકોએ પણ આવો જ અભિપ્રાય આપ્યો છે. લોકોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી નેતાઓએ આપેલું વચન પૂરું થવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે કેટલાક લોકો કહે છે કે, મતદાન એ અમારો અધિકાર છે, અમે તેનો ચોક્કસ ઉપયોગ કરીશું.

અહીં તમને જણાવી દઈએ કે, હરિયાણાની 90 વિધાનસભા સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થશે. રાજ્યમાં માત્ર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 8 ઓક્ટોબર 2024ના રોજ મતગણતરી કરવામાં આવશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!