fbpx

રઘુરામ રાજને બધુ ઠીક નથી કહીને સરકારની કંઈ દુઃખતી નસ પર રાખી દીધો હાથ?

Spread the love

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારની દુઃખતી નસ પર હાથ રાખી દીધો છે. તેમણે ભારતના ઇકોનોમિક ગ્રોથની તુલનામાં નોકરીઓ ન ઉત્પન્ન થવાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. રાજનનું કહેવું છે કે 7 ટકાના આર્ટિક વિકાસ છતા ભારતમાં નોકરીઓ ઓછી છે. તેમણે કેટલાક રાજ્યોમાં ખાલી પદો માટે ઉમેદવારોની સંખ્યાનું ઉદાહરણ આપ્યું. તેમનું સૂચન છે કે સરકારે રોજગાર વધારવા માટે શ્રમ-સઘન ઉદ્યોગો પર ધ્યાન આપવું જઇએ. RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, 7 ટકાની આર્થિક વૃદ્ધિ સાથે ભારત પૂરતી નોકરીઓ ઉત્પન્ન કરી રહ્યું નથી. તેનો અંદાજો કેટલાક રાજ્યોમાં ખાલી પદો માટે અરજીકર્તાઓની સંખ્યા પરથી લગાવી શકાય છે.

રાજનના જણાવ્યા મુજબ કેટલાક ભારતીય, ખાસ કરીને ઉચ્ચસ્તર પર સંતોષકારક સ્થિતિમાં છે. તેમની આવક વધુ છે, પરંતુ નીચેના અડધા હિસ્સામાં કંજપ્શન ગ્રોથ અત્યારે પણ સુધર્યો નથી. તે કોરોના અગાઉના લેવલ સુધી પહોંચી શક્યો નથી. રાજને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ હિસ્સો છે. તમે વિચારશો કે 7 ટકા ગ્રોથ સાથે આપણે ખૂબ સારી નોકરીઓ ઉત્પન્ન કરીશું, પરંતુ જો તમે આપણા મેન્યૂફેક્ચરિંગ ગ્રોથને જોશો તો એ વધુ પૂંજી સઘન છે.

રાજનને પૂછવામાં આવ્યું હતું કે શું 7 ટકાથી વધી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા પૂરતો રોજગાર ઉત્પન્ન કરી રહી છે? તેમણે કહ્યું કે, પૂંજી-સઘન ઉદ્યોગ વધુ તેજીથી આગળ વધી રહ્યા છે, પરંતુ શ્રમ-સઘન ઉદ્યોગો સાથે એવી વાત નથી. નીચેના સ્તર પર બધું બરાબર ચાલી રહ્યું નથી. મને લાગે છે કે નોકરીઓની સખત જરૂર છે અને તમે તેને જોઇ શકો છો. સત્તાવાર આંકડા ભૂલી જાવ. અમેરિકા સ્થિત શિકાગો બૂથમાં ફાઇનાન્સના પ્રોફેસર રાજને કહ્યું કે, તમે તેને નોકરીઓ માટે અરજીકર્તાઓની સંખ્યામાં જોઇ શકો છો જે ખૂબ વધારે છે.

તેમણે કહ્યું કે, મધ્યમ સમયગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા 6-7 ટકાના દરથી વધશે. આ વર્ષના બજેટમાં નાણામંત્રી તરફથી ઘોષિત ‘એપ્રેન્ટિસશિપ યોજનાનું રાજને સ્વાગત કર્યું. જો કે, સાથે જ કહ્યું કે, આપણે તેના પર ખૂબ સૂક્ષ્મતાથી નજર રાખવી પડશે કે શું કામ કરે છે અને જે કામ કરે છે તેનો હજુ વધારે વિસ્તાર કરવો પડશે. નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં ઘોષણા કરી હતી કે EPFOમાં નામાંકનના આધાર પર 3 રોજગાર-સંબંધિત યોજનાઓ શરૂ કરશે. વિયતનામ અને બાંગ્લાદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે કાપડ અને ચામડા જેવા શ્રમ-સઘન ઉદ્યોગોમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આપણે તેને ખૂબ સાવધાનીથી જોવાની જરૂર છે, આપણે તેનાથી બહાર નહીં રહી શકીએ.

પૂંજીગત વ્યાયામ ખાનગી ક્ષેત્ર અત્યારે પણ કેમ પાછળ છે? એમ પૂછવામાં આવતા રાજને કહ્યું કે, એ થોડું રહસ્યપૂર્ણ છે. જ્યારે તમે પૂંજીનો ઉપયોગ જુઓ છો તો એ લગભગ 75 ટકા છે. એમ લાગે છે કે માંગ એ પોઇન્ટ સુધી પહોંચી શકી નથી જ્યાં તેમને લાગે છે કે આ પ્રકારનું રોકાણ કરવાની જરૂર છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભારત પાસે જનસંખ્યાકિય લાભાંશનો લાભ ઉઠાવવા માટે 15 વર્ષનો નાનો સમય છે. તેણે આ તક ગુમાવવી ન જોઇએ. અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાત પર રાજને કહ્યું કે, ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.50 ટકાની કપાત કરી છે. તેનાથી કેન્દ્રીય બેન્કોને એ ગુંજાઇસ મળી છે કે તેઓ એ રીતથી આગળ વધી શકે, જે તેમને ઉચિત લાગે છે.

GST દરોને યુક્તિસંગત બનાવવા બાબતે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં રાજને કહ્યું કે, કોઇ નીતિ ઘણા સમય સુધી ચાલ્યા બાદ એ પૂછવાનું ઉપયોગી હોય છે કે તેનો અનુભવ શું રહ્યો છે અને શું આપણે નીતિમાં બદલાવ કરવાની જરૂર છે? હું તેના પર વિચાર કરવા માટે વિશેષજ્ઞ સમિતિ નિમણૂક કરવાનો પ્રયાસ કરીશ, જેમ નાણા પંચ કરે છે. રાજ્યો સહિત વિભિન્ન હિતધાકોના મંતવ્ય લઇશ અને દેશની જરૂરિયાતોને પૂર્ણ કરતું કંઇક લાવીશ.

વર્તમાનમાં GSTના 4 સ્લેબ 5, 12, 18 અને 28 ટકા છે. નવી કરાધાન વ્યવસ્થા 2017માં લાગૂ થઇ હતી. આર્થિક અને સમાજિક રૂપે સારા દક્ષિણી અને પશ્ચિમી રાજ્યો તરફથી ઉત્તરી અને પૂર્વી રાજ્યોને સબસિડી આપવા પર ચાલી રહેલી બહેસ બાબતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજને કહ્યું કે, નાણાં પંચ હંમેશાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરોની ઉચિત ફાળવણી બાબતે કહ્યું છે. જો ભારત એક સાથે વધે છે તો વાસ્તવમાં તે આ પ્રકારના સંઘર્ષને રોકી શકે છે. સમાનતાનો મુદ્દો છે, જે એ છે કે જે રાજ્ય તેજીથી વધી રહ્યા છે, તેઓ આ પ્રક્રિયામાં સામાન્ય રીતે સમૃદ્ધ પણ થઇ રહ્યા છે અને એજ પશ્ચિમી અને દક્ષિણી રાજ્યોના મામલે થઇ રહ્યું છે.

રાજને કહ્યું કે, પશ્ચિમી અને દક્ષિણી રાજ્યોને લાગે છે કે તેમને 2 પ્રકારે દંડિત કરવામાં આવી રહ્યા છે. પહેલું તેમને પોતાના મહેસૂલનો મોટો હિસ્સો એ રાજ્યોની મદદ માટે આપવો પડશે જે પાછળ રહી ગયા છે. એ સિવાય રાજકીય મોરચા પર જો સીમાંકન પ્રક્રિયા થાય છે તો તેઓ સીટો ગુમાવી શકે છે કેમ કે તમે જાણો છો વધુ વસ્તીવાળા રાજ્યોને વધુ સીટો મળશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!