fbpx

ભારત સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ NZના કેપ્ટનનું રાજીનામું, આ ખેલાડીને મળી કમાન

Spread the love

ભારતીય ટીમે 2 મેચોની ટેસ્ટ સીરિઝમાં 2-0થી બાંગ્લાદેશી ટીમને હરાવી દીધી. તેને ચેન્નાઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં 280 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ કાનપુરમાં 7 વિકેટથી બાંગ્લાદેશી ટીમને હરાવી દીધી. હવે ભારતીય ટીમ તેની વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમશે. T20 સીરિઝ બાદ ફરી ટેસ્ટ સીરિઝનો વારો આવશે. ભારતે પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડની રીમ સામે 3 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ભારતના પ્રવાસે આવવા અગાઉ ન્યૂઝીલેન્ડની ટીમમાં મોટો બદલાવ થયો છે.

શ્રીલંકામાં 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં 0-2થી હાર્યા બાદ ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ સાઉદીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટિમ સાઉદીની જગ્યાએ અનુભવી ઓપનર બેટ્સમેન ટોમ લાથમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે અગાઉ પણ ઘણી મેચોમાં કેપ્ટન્સી કરી ચૂક્યો છે. તેને પહેલી વખત પૂર્ણ કાલીન કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટોમ લાથમે 9 ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું હતું.

સાઉદીએ કેમ છોડી કેપ્ટન્સી?

ટિમ સાઉદીએ કહ્યું કે, તેણે ટીમના હિતમાં કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લીધો છે. એક એવા ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન્સી કરવી, મારા માટે ખૂબ ખાસ છે. એક સન્માન રહ્યું છે. મેં હંમેશાં પોતાના આખા કરિયરમાં ટીમને પહેલા રાખવાનો પ્રયાસ કર્યો છે અને મારું માનવું છે કે આ નિર્ણય ટીમ માટે સર્વોત્તમ છે. પોતાના પ્રદર્શન પર ધ્યાન આપીને હું ટીમની સૌથી સારી સેવા કરી શકું છું. 35 વર્ષીય ટિમ સાઉદીએ વર્ષ 2022માં કેન વિલિયમ્સન પાસે કેપ્ટન્સીનું પદ સંભાળ્યા બાદ ન્યૂઝીલેન્ડની 14 ટેસ્ટનું નેતૃત્વ કર્યું હતું. તેમાંથી 6 મેચ જીતી અને 6 હારી, જ્યારે 2 ડ્રો રહી. જો કે, તે ટીમનું નેતૃત્વ કરતા પોતાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શક્યો. કેપ્ટનના રૂપમાં 14 મેચમાં ટિમ સાઉદીએ સરેરાશ 38.60ની એવરેજથી 35 વિકેટ લીધી, જે તેના કરિયારના એવરેજથી 28.99થી ખૂબ વધારે છે.

શ્રીલંકામાં 2 ટેસ્ટ મેચમાં ટિમ સાઉદીએ 49 ઓવર બોલિંગ કરી અને 2 વિકેટ લઈ શક્યો હતો. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે ટિમ સાઉદીની કેપ્ટન્સીના રૂપમાં ટીમમાં યોગદાનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, તે ટેસ્ટ ક્રિકેટમાં તેની યોજનાઓનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો રહેશે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી ભારતમાં ટેસ્ટ સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. ન્યૂઝીલેન્ડની ટીમ 16 ઓક્ટોબરે બેંગ્લોરમાં ભારત સાથે પહેલી ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ 24 ઓક્ટોબરથી પૂણે અને 1 નવેમ્બરથી મુંબઇમાં ટેસ્ટ મેચ રમશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!