કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને કર્ણાટકમાં થયેલી FIR સામે મોટી રાહત મળી છે. કર્ણાટક હાઇકોર્ટે 22 ઓકટોબર સુધી નાણામંત્રી સામે કોઇ પણ પ્રકારની તપાસ પર રોક લગાવી દીધી છે.
કર્ણાટક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ નલીન કટીલે નીચલી અદાલતના ચુકાદા સામે કર્ણાટક હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
હાઇકોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે નિર્મલા સીતારમણ સામે 22 ઓકટોબર સુધી કોઇ પણ પ્રકારની તપાસ થઇ શકશે નહીં.
ઇલેકટોરલ બોન્ડ મામલે કર્ણાટકની એક કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી, જેના અનુસંધાનમાં કોર્ટે તિલક નગર પોલીસ સ્ટેશનને નિર્મલા સીતારમણ સામે FIR કરવાનો આદેશ આપ્યો હતો. FIRમાં નાણા મંત્રીને મુખ્ય આરોપી અને નલીન કુટીલને સહ-આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે.
જનાધિકાર સંઘર્ષ પરિષદના આદર્શ ઐય્યરે કોર્ટની ફરિયાદમાં કહ્યુ હતું કે, નાણા મંત્રીએ ચૂંટણી બોન્ડ ફંડના નામે કેટલીક કંપનીઓ સામે જબરદસ્તી વસુલી કરી છે.