fbpx

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં

Spread the love

2024નું છેલ્લું સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 9.13 કલાકે શરૂ થશે અને 3.17 કલાકે સમાપ્ત થશે. તેની કુલ અવધિ લગભગ 6 કલાક 4 મિનિટ હશે. આ દિવસે પિતૃ પક્ષની અમાવસ્યા તિથિ છે અને બીજા દિવસે શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ છે. આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર બંનેની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ખગોળશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે સૂર્ય થોડા સમય માટે ચંદ્રની પાછળ ઢંકાય જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

આ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 9:13 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 3:17 વાગ્યે સમાપ્ત થશે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં તેનો સુતક કાળ માન્ય રહેશે નહીં. જો ગ્રહણ ભારતમાં દેખાતું હોત તો સુતક કાળ 12 કલાક વહેલો શરૂ થઈ જાય છે.

શું છે 2 ઓક્ટોબરે દેખાનારું રિંગ ઓફ ફાયર સૂર્યગ્રહણ?

2 ઓક્ટોબરે જ્યારે આખી દુનિયા આંશિક સૂર્યગ્રહણ જોઇ રહી હશે, ત્યારે દક્ષિણી અમેરિકાના 11 રાજ્યોમાં એ નજારો દેખાશે, જે જલદી દેખાતો નથી. આ રિંગ ઓફ ફાયર સૂર્યગ્રહણ છે. NASAના જણાવ્યા મુજબ, જ્યારે ચંદ્રમા, પૃથ્વી અને સૂરજ વચ્ચે આવે છે, સૂરજનો સંપૂર્ણ પ્રકાશ ઢંકાઇ જાય છે, પરંતુ માત્ર એક અંગૂઠી આકારની રિંગ દેખાય છે, ત્યારે તેને રિંગ ઓફ ફાયર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષમાં 2-5 વખત સૂર્યગ્રહણ થાય છે.

પૂર્ણ સૂર્યગ્રહણ એક કે બે વર્ષમાં એક વખત થાય છે. આગામી પૂર્ણ સૂર્યગ્રહણ વર્ષ 2026 અગાઉ નહીં દેખાય. એ પણ ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેનમાં નજરે પડશે. રિંગ ઓફ ફાયર સૂર્યગ્રહણને અમેરિકાના 11 રાજ્યોમાં રહેનારા 1.75 લાખ લોકો સીધી રીતે જોઇ શકશે. ચીલી અને આર્જેન્ટિનમાં રિંગ ઓફ ફાયર 3 થી 6 મિનિટ દેખાશે. રાપા નૂઇ ઇસ્ટર આઇલેન્ડ પર તેનો નજારો સૌથી શાનદાર દેખાશે. એ સિવાય પેરિતો મોરેનો નેશનલ પાર્ક, પ્યૂર્ટો ડેસિડો, પ્યૂર્ટો સેન જૂલિયન અને કોચરેનથી પણ નજારો સારો દેખાશે.

રિંગ ઓફ ફાયરથી લગભગ 85 મિનિટ અગાઉ આંશિક સૂર્યગ્રહણ નજરે પડશે. તે દક્ષિણી અમેરિકા, એન્ટાર્કટિકા, ઉત્તરી અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગર, હવાઇમાં નજરે પડશે. એ સિવાય બ્યૂસન આયર્સ, આર્જેન્ટિના, સાઓ પાઉલો, બ્રાઝીલ, અસનસિયાન અને પેરાગ્વેમાં પણ આંશિક સૂર્યગ્રહણ દેખાશે. સૂર્યગ્રહણને સુરક્ષિત રૂપે જોવા માટે યોગ્ય ચશ્માઓની વ્યવસ્થા કરો નહિતર આંખોની રોશની પર અસર પડી શકે છે.

પૂર્ણ સૂર્યગ્રહણના સમયે સામાન્ય સનગ્લાસ કામ નહીં આવે. એ સુરક્ષિત રહેતા નથી. સોલર વ્યૂઅર્સ અને ફિલટર્સની જરૂરિયાત હોય છે. જો એવા ચશ્મા ન હોય તો સીધી રીતે સૂરજ તરફ ન જુઓ, પરંતુ પાણીમાં, પડછાયામાં જોઇને કામ ચલાવો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!