fbpx

LPG સિલિન્ડર થયો મોંઘો, તહેવારો અગાઉ ઝટકો

Spread the love

આજે 1 ઓક્ટોબરે LPG સિલિન્ડરની નવી કિંમત જાહેર થઇ ગઇ છે. દશેરા, દિવાળી જેવા તહેવારો અગાઉ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત લગભગ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં LPG કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયામાં મળશે. આ રેટ ઇન્ડેન સિલિન્ડરની છે. અહી ઘરેલુ LPG સિલિન્ડર રેટમાં કોઇ બદલાવ થયો નથી. અહી અત્યારે પણ 14 કિલોવાળો સિલિન્ડર 803 રૂપિયાનો જ છે.

ઇન્ડિયન ઓઇલ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેટ મુજબ 1 ઓક્ટોબર 2024થી મુંબઇમાં કોમર્શિયલ LPG સિલિન્ડર 1692.50 રૂપિયા, કોલકાતામાં 1850.50 રૂપિયા અને ચેન્નાઇમાં 1903 રૂપિયાનો થઇ ગયો છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં પણ LPG સિલિન્ડરની કિંમત 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા થઇ હતી. અગાઉ તે 1652.50 રૂપિયાનો હતો. 19 કિલોવાળો LPG સિલિન્ડર કોલકાતામાં હવે 48 રૂપિયા મોંઘો થઇ ગયો છે. આજે ચેન્નાઇમાં પણ ઘરેલુ સિલિન્ડર સપ્ટેમ્બરવાળી કિંમત 818.50 રૂપિયામાં જ મળી રહ્યો છે. દિલ્હીમાં 14.2 કિલોવાળા ઘરેલુ LPG સિલિન્ડર તમને જૂની કિંમત 803 રૂપિયામાં જ મળી રહ્યા છે.

કોલકાતામાં તે 829 રૂપિયા અને મુંબઇમાં 802.50 રૂપિયામાં મળી રહ્યા છે. ગુરુગ્રામમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઓછી થઇને 1756 રૂપિયા પર પહોંચી ગઇ છે. જ્યારે ઘરેલુ સિલિન્ડરની કિંમત 811.50 રૂપિયા પર સ્થિર છે. બિહારના પટનામાં પણ સિલિન્ડર મોંઘો થયો છે. પટનામાં કોમર્શિયલ સિલિન્ડર આજથી 1995.5 રૂપિયામાં મળશે, તો ઘરેલુ સિલિન્ડર પોતાના જૂની કિંમત 892.50 રૂપિયામાં મળશે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત આજે 815.5 રૂપિયા જ છે, પરંતુ હવે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1793.5 રૂપિયા થઇ ગઇ છે. લખનૌમાં આજે ઘરેલુ LPG સિલિન્ડર 840.5 રૂપિયામાં મળશે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1861 રૂપિયામાં. રાજસ્થાનના જયપુરમાં ઘરેલુ LPG સિલિન્ડર 806.50 રૂપિયામાં મળે છે. બીજી તરફ અહી 19 કિલોવાળો સિલિન્ડર હવે 1767.5 રૂપિયાનો થઇ ગયો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!