fbpx

દેવેન્દ્ર ફડણવીસે ગૌતમ અદાણીને શું ચેતવણી આપી?

Spread the love

એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવી છેલ્લાં કેટલાંક સમયથી સતત ચર્ચામાં છે. ધારાવીના રિડેવલમેન્ટ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને મળેલો છે. 640 એકરમાં પથરાયેલી ધારાવીનો નકશો અદાણી બદલી નાંખવાના છે. ફરી એક વાર ધારાવી ચર્ચામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક ચેનલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, જો અદાણી ગ્રુપ મહારાષ્ટ્ર સરકારની સુચનાઓનું પાલન નહીં કરશે તો ધારાવી રિડવલમેન્ટ પ્રોજેક્ટ તેમની પાસેથી પાછો લઇ લેવામાં આવશે. વિપક્ષોના આક્ષેપોનું ખંડન કરીને ફડણવીસે કહ્યુ કે, અદાણી ગ્રુપે સૌથી વધારે બીડ ભરી હતી એટલે તેમને ધારાવીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

બુધવારે કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે આરોપ લગાવ્યો હતો કે, ધારાવી પ્રોજેક્ટમાં અદાણીનો હિસ્સો 80 ટકા છે જ્યારે મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો માત્ર 20 ટકા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!