બોલિવુડ અભિનેતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસે બનાવેલી અને કિરણ રાવે ડિરેક્ટ કરેલી લાપતા લેડીઝ હિંદી ફિલ્મ ઓસ્કારમાં પહોંચી ગઇ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ઓસ્કાર 2025માં ભારતની લાપત્તા લેડીઝ ફિલ્મની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મની પટકથા એક ગુજરાતી છોકરીએ લખી છે અને આ પહેલી ફિલ્મ લખી જે ઓસ્કાર માટે પસંદગી પામી
સ્નેહા દેસાઇએ મુંબઇમાં ઉછરેલી છે અને ગુજરાતી પરિવારની દીકરી છે. સ્નેહાએ લાપત્તા લેડીઝથી ફિલ્મ રાઇટીંગમાં ડેબ્યુ કર્યું અને પહેલી જ ફિલ્મ ઓસ્કારમાં પહોંચી ગઇ.સ્નેહાએ 2 હિંદી ફિલ્મો લખી છે એક લાપત્તા લેડીઝ અને બીજી મહારાજ. તેણે 4 ટીવી સિરિયલ પણ લખી છે અને અત્યારે પુષ્પા ઇમ્પોસીબલ સિરિયલ પણ લખી રહી છે.તેણીએ 18 નાટકો લખ્યા છે અને 2200 નાટકોમાં કામ કર્યું છે.