fbpx

નવરાત્રિના પહેલા દિવસે કેમ કરવામાં આવે છે કળશ સ્થાપના, શું છે નિયમ?

Spread the love

તમે લોકોએ મોટા ભાગે જોયું હશે કે નવરાત્રિ પર્વ શરૂ થતા જ સૌથી પહેલા કળશ સ્થાપના અને તેની પૂજા કરવાનું વિધાન છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાનું ખૂબ મહત્ત્વ હોય છે. કળશ મા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે. કળશમાં જળ, અક્ષત, રોલી, મૌલી વગેરે ભરીને તેને સ્થાપિત કરીને દેવી મા દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકો આ પરંપરા ઘણા વર્ષોથી માનતા આવ્યા છે.

એવી માન્યતા છે કે કળશ મા દુર્ગાની શક્તિનું પ્રતિક છે. એ સકારાત્મક ઊર્જાનું પણ પ્રતિક છે, જે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પંચાંગ મુજબ, આ વર્ષે આસો માસના શુક્લ પક્ષની એકમે 3 ઓક્ટોબરના રોજ 00:18 વાગ્યે શરૂ થશે. આ તિથિ 4 ઓક્ટોબરે સવારે 2:00 વાગીને 58 મિનિટ પર માન્ય છે. એવમાં ઉદયાતિથિના આધાર પર આ વર્ષે શરદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબર ગુરુવારથી થશે.

કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત:

શરદીય નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવા માટે 2 શુભ મુહૂર્ત બની રહ્યા છે. કળશ સ્થાપના માટે પહેલું શુભ મુહૂર્ત 6:15 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી છે અને ઘડાની સ્થાપના માટે તમને 1 કલાક 6 મિનિટનો સમય મળશે. એ સિવાય બપોરે પણ કળશ સ્થાપનાનું મુહૂર્ત અભિજીત મુહૂર્તમાં છે. એ સૌથી સારો સમય માનવામાં આવે છે. દિવસે તમે 11:46 વાગ્યાથી બપોરે 12:33 વાગ્યા વચ્ચે ક્યારેય પણ કળશ સ્થાપના કરી શકે છે. બપોરે તમને 47 મિનિટનો શુભ સમય મળશે.

કળશ સ્થાપનાની વિધિ:

કળશ સ્થાપના માટે એક ચોખ્ખી અને પવિત્ર જગ્યાની પસંદ કરો અને એ જગ્યા પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ.

કળશ સ્થાપનાના સમયે ઘડામાં ચોખા, ઘઉં, જઉં, મગ, ચણા, સિક્કા, કેટલાક પાંદડા, ગંગાજળ, નારિયેળ, કુમકુમ, રોલી નાખો અને તેની ઉપર નારિયેળ રાખો.

ઘડાના મોઢે નાડાછડી બાંધો અને કંકુથી તિલક કરો અને ઘડાને એક ચાદરમાં સ્થાપિત કરો.

કળશને રોલી અને ચોખાથી અષ્ટદળ કમળ બનાવીને સજાવો

દેવી માના મંત્રોનો જાપ કરો અને કળશમાં જળ ચઢાવો અને ધૂપ-દીપ કરો.

કળશ સ્થાપનાના નિયમ:

નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાના સમયે શુદ્ધ રહો.

કળશની સ્થાપના દરમિયાન મનમાં કોઈ નકારાત્મક ભાવ ન હોવો જોઈએ.

આખી નવરાત્રિ દરમિયાન કળશની વિધિ-વિધાનથી પૂજા કરો.

નવરાત્રિના દિવસે નવમી તિથિએ પર પૂજા કરી કળશનું વિસર્જન કરો.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન:

વાસ્તુ મુજબ, નવરાત્રિના પહેલા દિવસે યોગ્ય દિશામાં કળશ સ્થાપના કરવાથી લોકોના ઘરથી વાસ્તુદોષ દૂર થાય છે. કળશ પવિત્રતાનું પ્રતિક છે. એ આપણને શુદ્ધતા અને પવિત્રતા બનાવી રાખવાની પ્રેરણા આપે છે. કળશ સ્થાપના મંગળકારી હોય છે. આ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશાલી લાવે છે. તો જ્યોતિષશાસ્ત્ર મુજબ, નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના માટે શુભ મુહૂર્તની પસંદગી કરવાની હોય છે. કળશને ઘરની પૂજા સ્થાપના કોઈ ચોખ્ખી જગ્યાએ સ્થાપિત કરવો સૌથી ઉચિત માનવામાં આવે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!