fbpx

અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈ.સી.ડી.એસ. સાથે મળીને પોષણ માહની ઉજવણી કરી

Spread the love

સુરત : સપ્ટેમ્બર માસને કુપોષણ સામેની લડાઈમાં પોષણ માહ તરીકે ઉજવાઇ છે. સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન વિવિધ પ્રવૃતિ સાથે સમગ્ર ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈ.સી.ડી.એસ. સાથે મળીને પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે. ઉમરપાડા તાલુકાને કુપોષણમુક્ત બનાવવા માટે એપ્રિલ 2024થી અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરવામાં આવી છે. એ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સઘન પ્રયત્નો થઈ રહ્યા છે.



તાજેતરમાં સમગ્ર સપ્ટેમ્બર માસ જે આખા વિશ્વમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત ઉમરપાડામાં પણ એની ઉજવણી બહુ ઉમદા અને પરિણામલક્ષી કાર્યક્રમો સાથે કરવામાં આવી છે. ઉજવણી દરમિયાન કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તથા ભાઈઓમાં વધુ જાગૃતતા લાવી શકાય એ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જાગૃતતા રેલી, ફેમિલી કોઉન્સેલિંગ, જૂથ ચર્ચા, વાનગી પ્રદર્શન, પોષણ વાટિકા, સરગવાના વૃક્ષોનું રોપણ, શાળા, આંગણવાડી તથા લાભાર્થીના ઘરે કરવામાં આવ્યું હતુ. આ દિવસો દરમ્યાન અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગીની બહેનો કે જેઓ ગામ લેવલે આ પ્રોજેક્ટ માટેની કામગીરી કરે છે એ બધાએ સાથે મળી ને અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા ઉમરપાડા તાલુકા ના 13,236 જેટલા લોકો સુધી પહોંચીને એક નવી પહેલ કરી છે. આ તમામ પ્રવૃતિમાં આઈ.સી.ડી.એસ.નો સહયોગ દરેક તબક્કે રહ્યો હતો. સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકામાં કુપોષણ ઘટાડવાના સઘન પ્રયત્ન થઈ રહ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!