fbpx

બંગાળમાં એક દિવસ અગાઉ જ કેમ શરૂ થઇ ગઇ નવરાત્રી?

Spread the love

આમ તો સમગ્ર દેશમાં નવરાત્રિનો પર્વ આવતીકાલથી શરૂ થશે, પરંતુ બંગાળમાં તો કંઇક અલગ જ વિધાન છે. અહી આજે સવારે એટલે કે મહાલયા અમાસે જ ચંડીપાઠ થઇ ગયો. આ અવસર પર સવારે 4:00 વાગ્યાથી વીરેન્દ્ર કૃષ્ણ ભદ્ર દ્વારા ચંડીપાઠ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યો. ત્યારબાદ લોકો ગંગા કિનારે અને અન્ય પવિત્ર જળાશયો પર પહોંચ્યા, જ્યાં પિતૃ તર્પણ કરીને તેમને મહાલય એટલે કે મોટું ઘર. એટલે કે ભગવાનના ઘર માટે વિદાઇ કરવામાં આવ્યા. તો સાંજે માતાનું ચક્ષુદાન થશે. તેમાં માતાની પ્રતિમાઓને આકાર આપવામાં આવશે.

તેની સાથે જ સમગ્ર રાજ્યભરમાં નવરાત્રીનું સેલિબ્રેશન શરૂ થઇ જશે. તેના માટે આજના પર્વને મહાલયા કહેવામાં આવે છે. આ સંસ્કૃત શબ્દ છે તેમજ મહા અને આલય શબ્દના સંયોગથી બન્યો છે. તેનો અર્થ મોટું ઘર છે. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર રાકેશ દાસ કહે છે કે મહાલયાને જ બંગાળમાં અંતિમ શ્રાદ્ધ હોય છે અને આ દિવસે નવરાત્રી શરૂ થાય છે. આ દિવસે અમે પિતૃઓને ભગવાનના ઘરે સુરક્ષિત પહોંચાડ્યા બાદ માતા રાણીનું આહ્વાન કરીએ છીએ.

તેના માટે બપોર બાદ વિભિન્ન પંડાલોમાં બિરાજમાન માતાની પ્રતિમાઓમાં આંખોને આકાર આપીને ખોલી દેવામાં આવે છે. તેને ચક્ષુદાન કહેવામાં આવે છે. રાકેશ દાસના જણાવ્યા મુજબ આ પ્રકારની પરંપરા કોઇ શાસ્ત્રમાં તો નથી, પરંતુ બંગાળના લોકાચારમાં સામેલ છે. સદીઓથી લોકો આ પરંપરા નિભાવતા આવી રહ્યા છે. અહી મૂર્તિકાર સમાજના લોકોએ જણાવ્યું કે, કોઇ પણ પંડાલમાં મૂર્તિ લાગે છે તો તેના સમાજના વરિષ્ઠ લોકો જ ચક્ષુદાન માટે જાય છે. જેવા જ તેઓ માતાની આંખોનો આકાર આપે છે, જયકારાઓ સાથે ઉત્સવ શરૂ થઇ જાય છે.

બંગાળમાં દુર્ગા પૂજાનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. આ સમયે બંગાળમાં રાજ્ય કંશ નારાયણ રહેતા હતા. તેમણે દુનિયાભરમાં ખ્યાતિઓ અર્જિત કરવા માટે અશ્વમેઘ યજ્ઞનો નિર્ણય લીધો હતો. તેના માટે તમામ વિદ્વાનો પાસે મંતવ્ય લેવામાં આવ્યા, પરંતુ બધાએ કહ્યું કે કળિયુગમાં અશ્વમેઘ યજ્ઞનું વિધાન જ નથી. પછી બધા વિદ્વાનોએ એકમત થઇને રાજાને દુર્ગા પૂજાની મહિમા બતાવી અને પંડાલ સજાવવા કહ્યું. ત્યારબાદ રાજાએ પહેલી વખત વર્ષ 1480માં ભવ્ય અને દિવ્ય રૂપે દુર્ગા પૂજા કરી. ત્યારબાદથી આ પરંપરા જ શરૂ થઇ ગઇ.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!