fbpx

સીટ શેરિંગને લઇને મહાયુતિમાં બની ગઇ સહમતિ! BJP આટલી સીટો પર લડી શકે છે ચૂંટણી

Spread the love

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. બધી પાર્ટીઓ રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે NDA જલદી જ સીટ શેરિંગની જાહેરાત કરી શકે છે. સીટ શેરિંગને લઇને મહાયુતિ વચ્ચે ઘણા ચરણની વાતચીત પણ થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગઠબંધનમાં કઇ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે તેની જાહેરાત જલદી જ થઇ જશે.

મહાયુતિમાં સીટ શેરિંગને લઇને બની સહમતી!

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવેમ્બરમાં થનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ NDAની મહાયુતિ ગઠબંધન સરકારમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજીત પવાર) વચ્ચે કઇ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે તેને લઇને લગભગ સહમતી બની ગઇ છે. જાણકારી મુજબ, ભાજપ સૌથી વધુ સીટો પર ચૂંટણી લડી શકે છે, તો શિવસેના (શિંદે)ને NCP (અજીત પવાર)ની તુલનામાં વધુ સીટો મળી શકે છે.

જાણકારો મુજબ, ભાજપ 155 થી 160 સીટો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. એકનાથ શિંદેની શિવસેના 90-95 સીટો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે અજીત પવારની પાર્ટી NCP 35-40 સીટો પર ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 240 સીટો માટે બધી પાર્ટીઓમાં સહમતિ બની ગઇ છે. થોડા જ દિવસોમાં તેની જાહેરાત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો છે.

26 નવેમ્બર અગાઉ થશે ચૂંટણી:

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્રના 2 દિવસીય પ્રવાસે પહોંચેલી ચૂંટણી પંચની ટીમે પોતાનો પ્રવાસ પૂરો કરી લીધો છે. 2 દિવસીય પ્રવાસ દરમિયાન ચૂંટણી પંચની ટીમે ઘણા રાજકીય દળો સને અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર અગાઉ ચૂંટણી કરાવવી પડશે કેમ કે નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, વિધાનસભાની 288 સીટો માટે 9.59 કરોડ વોટર છે.

તેમાંથી 49,039 મતદાતા 100 વર્ષથી ઉપરના છે. સાથે જ મહારાષ્ટ્રમાં મહિલા વૉટરોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં 3 મોટા અને મુખ્ય આદિવાસીઓમાં 100 ટકા લોકોને વોટર લિસ્ટમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. દિવ્યાંગ અને વૃદ્ધ મતદાતા બૂથ અધિકારીઓને સક્ષમ એપના માધ્યમથી પોતાના આવવાની સૂચના આપી શકે છે, જેનાથી તેમને પ્રાથમિકતાના આધાર પર સુવિધા ઉપલબ્ધ કરાવતા મતદાન કરવાની સુવિધા પ્રદાન કરવામાં આવશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!