સાઉથ ફિલ્મોના તમામ મોટા એક્ટર્સ અને સેલિબ્રિટિઓ, તેલંગાણા સરકારના મંત્રી કોંડાા સુરેખામાં વિરોધમાં ઉતરી આવ્યા છે. સુરેખાએ બુધવારે તેલુગુ સિનેમાના ટોપ કલાકાર સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડા પર નિવેદન આપ્યું હતું, જે મોટા વિવાદનું કારણ બની ચૂક્યું છે. ચૈતન્ય અને સામંથાએ ઓક્ટોબર 2021માં પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંને એક્ટર્સે ફેન અને મીડિયાને મુશ્કેલ સમયમાં પ્રાઇવસી અને સપોર્ટ કરવાની રિક્વેસ્ટ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ચૈતન્યએ એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલા સાથે સગાઇ કરી છે, પરંતુ તેના પાછલા લગ્ન ફરી એક વખત વિવાદોમાં આવી ગયા છે.
તેલંગાણાના કેબિનેટ મંત્રી કોંડા સુરેખાએ બુધવારે પોતાના પોલિટિકલ રાઇવલ, ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના ચીફ કેટી રામ રાવને લઇને એક નિવેદન આપ્યું હતું. તેમણે KTR પર ઘણા આરોપ લગાવ્યા અને તેમના વ્યક્તિત્વને પણ સવાલોના ઘેરામાં લાવી લીધું હતું. આ અનુસંધાને બોલતા સુરેખાએ અહી સુધી કહી દીધું કે તેમને લાગે છે કે સામંથા-ચૈતન્યના છૂટાછેડા પણ તેના કારણે જ થયા છે. સુરેખાનું આ નિવેદન આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ તેમનો વિરોધ શરૂ કરી દીધો.
શું છે તાજેતરનો વિવાદ?
ચૈતન્યના પિતા સીનિયર તેલુગુ સ્ટાર નાગાર્જૂને સુરેખાના નિવેદન પર રીએક્ટ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી. મંત્રીના નિવેદનની સખત નિંદા કરતા નગાર્જૂને લખ્યું કે, ‘રાજકારણથી દૂર રહેનારા ફિલ્મ એક્ટર્સની જિંદગીઓને પોતાના વિરોધીઓની નિંદા કરવા માટે ઉપયોગ ન કરો. કૃપિયા બીજાઓની પ્રાઇવસીનું સન્માન કરો. એક જવાબદાર પદ પર બેઠા મહિલા તરીકે, અમારા પરિવાર પર તમારા કમેન્ટ્સ પૂરી રીતે બિનજરૂરી અને ખોટા છે. હું તમને રિક્વેસ્ટ કરું છું કે તરત જ પોતાનું નિવેદન પાછું લો.
નગાર્જુનની પત્ની, ચૈતન્યની સાવકી મા અમાલા અક્કીનેનીએ પણ સુરેખાના નિવેદનની નિંદા કરી. તેણે સુરેખાના નિવેદનને શરમજનક બતાવ્યું. પોલિટિકલ લીડર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ટેગ કરતા અમાલાએ લખ્યું કે, જો તમે મનુષ્યોની સભ્યતામાં વિશ્વાસ કરો છો તો પ્લીઝ પોતાના નેતાઓ પર લગામ લગાવો અને પોતાના મંત્રીને મારા પરિવાર પાસે માફી માગવા સાથે પોતાનું ઝેરી નિવેદન પરત લેવા કહો. આ દેશના નાગરિકોને પ્રોટેક્ટ કરો.
તેલિગુ સિનેમાના મોટા સ્ટાર જુનિયર NTRએ આ આખી ઘટના પર સખત રીએક્ટ કર્યું અને તેમણે સુરેખાની સખત નિંદા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં NTRએ લખ્યું કે, લોકોની અંગત જિંદગીઓને રાજકારણમાં ધસડી, નીચે પડવાનું નવું સ્તર છે. પબ્લિક ફિગર્સ, ખાસ કરીને તેઓ જે તમારી જેમ જવાબદાર પોઝિશન પર છે, તેમણે મર્યાદા અને ગોપનીયતાનું સન્માન બનાવી રાખવું જોઇએ. આમ-તેમ નિરાધાર નિવેદન આપતા ફરવું નિરાશાજનક છે, ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇને. બીજા અમારી વિરુદ્ધ નિરાધાર આરોપ લગાવતા ફરશો તો અમે ચૂપચાપ નહીં બેસીએ. આપણે આ બધી વસ્તુઓથી ઉપર ઊઠવું જોઇએ અને એક-બીજાની સીમાઓનું સન્માન કરવું જોઇએ. ચાલો એ સુનિશ્ચિત કરીએ કે આપણો સમાજ, લોકતાંત્રિક ભારતમાં આ પ્રકારના બેદરકારીપૂર્ણ વર્તનને નૉર્મલાઇઝ નહીં કરો.
તેલુગુ સ્ટાર નાનીએ પણ સુરેખાના નિવેદન વિરુદ્ધ સખત શબ્દોનો ઉપયોગ કર્યો. તેણે લખ્યું કે, નેતાઓને એ વિચારતા જોવા કે તેઓ કોઇ પણ પ્રકારના બકવાસ કરીને ભાગી નીકળશે, ધૃણાસ્પદ છે. જ્યારે તમારા શબ્દ એટલે બિન-જવાબદાર છે તો એ આશા કરવી મૂર્ખાઇ છે કે તમે પોતાના લોકો માટે કોઇ પ્રકારની આશા રાખશો. એ માત્ર એક્ટર્સ કે સિનેમાની વાત નથી. એ કોઇ પોલિટિકલ પાર્ટીની વાત નથી. એટલા સન્માનીય પદ પર રહેલી કોઇ પણ વ્યક્તિ માટે મીડિયા સામે આ પ્રકારનું નિરાધાર નિવેદન આપવું અને એ વિચારવું એવું ચાલી રહ્યું છે, બિલકુલ યોગ્ય નથી. આપણે બધાએ તેની નિંદા કરવી જોઇએ જે આપણાં સમાજને ખોટો સંદેશ આપે છે.
એક્ટર પ્રકાશ રાજે સુરેખાના નિવેદન પર રીએક્ટ કરતા લખ્યું કે, શું બેશરમીભરી રાજનીતિ છે. ફિલ્મોમાં કામ કરનારી મહિલાઓ કોઇથી નાની હોય છે? સાઉથની મોટી એક્ટ્રેસ મંચૂ લક્ષ્મી પ્રસન્નાએ લખ્યું કે, એ ખૂબ જ નિરાશાજનક છે કે જ્યારે પણ કોઇ નેતાને અટેન્શન થાય છે તો તેઓ એક્ટરનું નામ ઉપયોગ કરવા લાગે છે. એ ખૂબ ગુસ્સો અપાવનારી વાત છે. કોંડાા સુરેખાએ પોતાના નિવેદનને લઇને અત્યાર સુધી કોઇ દુઃખ વ્યક્ત કર્યું નથી. બીજી તરફ નવા દિવસની શરૂઆત સાથે જ મોટા એક્ટર્સે સુરેખાના નિવેદન વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે હવે શું થાય છે.