ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 100 વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિ મંદિરમાંથી ચોરાઇ હતી. પોલીસ ચોરને શોધી રહી હતી. 10 દિવસ પછી ચોર જાતે જ હાઇવે પર એક કોથળામાં મૂર્તિ મુકી ગયો અને તેમાં એક પત્ર પણ મુક્યો હતો. મૂર્તિ ચોરી ગયા પછી તેને કેવો પરચો મળ્યો તેની વાત લખી છે.
ચોરે પત્રમાં લખ્યું કે, મહારાજજી, મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે. અજ્ઞાનતાને કારણે મેં રાધાકૃષ્ણની મૂર્તિ ચોરી ગઉઘાટથી ચોરી હતી. જ્યારથી મૂર્તિ ચોરી કરી છે ત્યારથી મને ખરાબ ખરાબ સપના આવી રહ્યા છે અને મારો પુત્ર પણ બિમાર થઇ ગયો છે. મેં મૂર્તિને પોલીશ કરાવી છે જેને કારણે મૂર્તિનો આકાર બદલાઇ ગયો છે. તમને વિનંતી છે કે ભગવાનને ફરીથી મંદિરમાં સ્થાપિત કરી દેજો.