નવરાત્રીએ મા આધ્ય શક્તિની આરાધના અને ભક્તિનો તહેવાર છે. નવરાત્રીમાં લોકો ગરબી રમીને માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ રાજકોટમાં નવરાત્રીની ઉજવણીમાં હિંદુ પરંપરા અને ધાર્મિક ઉત્સવના લીરે લીરા ઉડાવી દેવામાં આવ્યા.ગુજરાતની સંસ્કૃતિ અને ગરીમાનું ધોર અપમાન કરવામાં આવ્યું.
રાજકોટની નીલ ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં હોલિવુડની પોપ સિંગર શકીરાનો ફોટ સ્ક્રીન પર બતાવીને તેના ગીત પર ડાન્સ કરવામાં આવ્યો હતો અને એનિમલ ફિલ્મના જમાલ કુડુ ગીત પર પણ ડાન્સ કરાયો હતો. એવું લાગતું હતું કે નીલ ક્લબમાં નવરાત્રી નહીં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી ચાલતી હોય.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વાયરલ વીડિયોમાં કહ્યું છે કે આવી ઘટનાને હું સખત શબ્દોમા વખોડું છુ અને સરકરાને કહીશ કે આવા આયોજન પર વોચ રાખે. તેમણે કહ્યું કે,નવરાત્રીએ સ્ત્રીઓના સન્માનનો ઉત્સવ છે. થર્ટી ફર્સ્ટ અને નવરાત્રીમાં આસમાન જમીનનો ફરક છે.