fbpx

દાંતા હડાદ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

Spread the love

દાંતા હડાદ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

  • વર્ષ નો પ્રથમ નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
  • હદાડ ગામ સહિત આજુબાજુ માંથી ૬૭૫ દર્દીઓએ લાભ લીધો
  • ૩૨૩ વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું
  • ૮૭ દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હદાડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો પ્રથમ વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં હદાડ ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો

દાંતા તાલુકાના હદાડ ખાતે આવેલ સ્વામી શ્રી અ.પ.ઉ.મા. શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષ નો પ્રથમ વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં હદાડ ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ-૬૭૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૩૨૩ વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૮૭ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે આંખના મદદનીશ ટીમ તેમજ હાઇસ્કુલ સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!