fbpx

ચૂંટણી હાર્યા પછી પૂર્વ ધારાસભ્યએ છોકરીઓ માટે ફ્રી બસ સેવા બંધ કરી, જાણો કારણ

Spread the love

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર પછી નેતાઓનો ગુસ્સો સામે આવવા લાગ્યો છે. રોહતક જિલ્લાની મેહમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયેલા બલરાજ કુંડૂએ તેમના દ્વારા છોકરીઓ માટે ચલાવવામાં આવતી મફત બસ સેવા બંધ કરી દીધી છે. બલરાજ કુંડુ હરિયાણા જનસેવક પાર્ટીના અધ્યક્ષ છે અને 2019માં મહેમ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીત્યા હતા પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર પછી બલરાજ કુંડુએ પોતાના સમર્થકોની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં તેમણે પોતાના સમર્થકોની માંગ પર આ નિર્ણય લીધો છે. કુંડુના સમર્થકોએ કહ્યું કે, મફત બસો ચલાવવા છતાં તેમના નેતાનો પરાજય થયો છે અને વિદ્યાર્થીઓને શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં લઈ જતી મફત બસો બંધ કરવી જોઈએ.

2019માં બલરાજ કુંડુએ પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ સિંહ ડાંગીને 12000થી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા, પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીના પરિણામો બલરાજ કુંડુ માટે સારા ન રહ્યા અને ખૂબ પ્રયાસ કરવા છતાં તેઓ જીતી શક્યા નહીં.

કુંડુને આનંદ સિંહ ડાંગીના પુત્ર બલરામ ડાંગીએ 18060 મતોથી હરાવ્યા હતા. આ સીટ પર અપક્ષ ઉમેદવાર રાધા અહલાવત ત્રીજા ક્રમે છે. રાધા અહલાવતે 29211 મત મેળવ્યા હતા, જ્યારે પૂર્વ ખેલાડી દીપક હુડ્ડા, જેમણે BJPની ટિકિટ પર ચૂંટણી લડી હતી, ચોથા ક્રમે રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બલરાજ કુંડુ સમાજ સેવા માટે પણ જાણીતા છે. તેમણે મેહમની આસપાસના ગામોની શાળા-કોલેજ જતી છોકરીઓ માટે 18 બસો ચલાવી હતી. અહીંની વિદ્યાર્થિનીઓને શાળા-કોલેજમાં આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ મફત બસ સેવા તેમને ચોક્કસપણે મદદરૂપ થઈ રહી હતી અને તેમના પર આર્થિક બોજ પણ ન હતો. પરંતુ ચૂંટણીમાં હાર થતાં જ બલરાજ કુંડુએ કહ્યું છે કે, બસો ચલાવવા પાછળ રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ આ કામ સમાજસેવા માટે કરતા હતા પરંતુ તેમના સમર્થકોની માંગણીના આધારે તેમણે આ બસો બંધ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

બલરાજ કુંડુએ 2017-18માં છોકરીઓને શાળા-કોલેજ જવા માટે મફત બસ શરૂ કરી હતી. હાલમાં તેઓ 18 બસ ચલાવતા હતા. આ બસોને કારણે વિદ્યાર્થીનીઓએ પણ સલામતીનો અહેસાસ કર્યો હતો.

બસો બંધ થવાને કારણે વિદ્યાર્થિનીઓને શાળા-કોલેજ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હવે તેમના માટે હરિયાણા રોડવેઝની બસ, ખાનગી બસ અથવા ઓટો દ્વારા જવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. તેથી, મેહમ અને તેની આસપાસના ગામડાઓમાંથી રોહતકમાં શાળા-કોલેજ જતી વિદ્યાર્થિનીઓને ચોક્કસપણે સમસ્યાઓનો સામનો કરવો પડશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!