fbpx

એક રાષ્ટ્ર એક ચૂંટણી વિરુદ્ધ આ રાજ્યની વિધાનસભામાં ગેરબંધારણીય કહી પ્રસ્તાવ પાસ

Spread the love

કેરળ વિધાનસભાએ એક પ્રસ્તાવ પાસ કરીને કેન્દ્ર સરકાર એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપવાના પોતાના નિર્ણયને પરત લેવાનો આગ્રહ કર્યો છે. વિધાનસભામાં પાસ થયેલા પ્રસ્તાવમાં તેને ગેરબંધારણીય ગણાવી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવાની ભલામણ રામનાથ કોવિન્દ પેનલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના વિધાયી કાર્યમંત્રી એમ.બી. રાજેશે કહ્યું કે, તેનાથી દેશની સંઘીય પ્રણાલીને ક્ષતિ પહોંચશે. તેનાથી દેશની સંસદીય લોકતંત્રની વિવિધાતાપૂર્ણ પ્રકૃતિને નુકસાન પહોંચશે.

તેમણે કહ્યું કે તેનાથી વિભિન્ન રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાની સ્વશાસી સંસ્થાઓના કાર્યકાળમાં કપાતનો માર્ગ મોકળો થશે. તેમણે તર્ક આપ્યો કે, સમિતિ લોકસભા, રાજ્યસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને એક ખર્ચના રૂપમાં જોઈ રહી છે, પરંતુ એમ કરવું અલોકતાંત્રિક છે. રાજેશે કહ્યું કે, આ નિંદનીય પગલું છે કેમ કે ચૂંટણીના ખર્ચને ઓછો કરવા તેમજ પ્રશાસનને પ્રભાવી બનાવવા માટે બીજી પણ સરળ રીત છે.

એક દેશ, એક ચૂંટણી પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા કરનારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે શનિવારે કહ્યું હતું કે એક સાથે ચૂંટણી કરાવવાનો વિચાર સંવિધાન નિર્માતાઓ દ્વારા માનવામાં આવ્યો હતો એટલે ગેરબંધારણીય નહીં હોય શકે. એક દેશ, એક ચૂંટણી એક લોકપ્રિય નારો છે, જેનો કેટલાક લોકોએ ખોટો અર્થ કાઢ્યો છે. એક કાર્યાન્વય સમિતિ આ યોજનાને લાગૂ કરવા માટે આવશ્યક બંધારણીય સંશોધનો પર વિચાર કરશે અને પછી અંતિમ નિર્ણય સંસદે લેવો પડશે.

લાલબહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન આપતા રામનાથ કોવિન્દે કહ્યું હતું કે, 1967 સુધી પહેલી 4 લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ હતી. પછી એક સાથે ચૂંટણી કરાવવાને ગેરબંધારણીય કઇ રીતે કહી શકાય છે. રામનાથ કોવિન્દે વધુમાં કહ્યું કે, વાસ્તવમાં એક સાથે ચૂંટણી કરાવવાથી સંઘવાદને વધુ મજબૂતી મળશે કેમ એક ત્રણેય સ્તરની સરકારો 5 વર્ષ સુધી એક સાથે કામ કરશે. એક દેશ એક ચૂંટણી એક લોકપ્રિય નારો છે, જેનો કેટલાક લોકોએ ખોટો અર્થ કાઢ્યો છે. એક કહાની એ બની ગઈ છે તેના હેઠળ માત્ર એક જ ચૂંટણી થશે પછી કોઈ ચૂંટણી નહીં થાય.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!