ગુજરાતાં ભાગ્યે જ કોઇ એવું હશે જે હવામાનના જાણકાર અંબાલાલ વિશે ન જાણતા હોય. અંબાલાલ અનેક વખત વરસાદની આગાહી કરે છે અને મોટે ભાગે સાચી પડતી હોય છે. પરંતુ આ વખતે નવરાત્રીમાં વરસાદ પડશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી હતી, પરંતુ વરસાદ ન પડ્યો અને નવરાત્રીના રંગમાં ભંગ નહોતો પડ્યો. એટલે કેટલાંક ગરબામાં અંબાલલા પટેલની મજાક ઉડાવતું ગીત ગાવામાં આવ્યું. અંબાલાલને ઘણી ખમ્મા કે, ન આવ્યો વરસાદ સનેડો સનેડો. આ ગીત સનેડો સનેડોના તર્જ પર બનાવવમાં આવ્યું હતું.
સિંગરે અંબાલલા પટેલના જ્ઞાનની ઠેકડી ઉડાવી છે તે ખોટું છે. અંબાલલા પટેલ અનેક વર્ષા શાસ્ત્રો, પંચાંગ, નક્ષત્રને આધારે આગાહી કરે છે તો સંભવ છે કે કોઇકવાર આગાહી ખોટી પણ પડે. હવામાન વિભાગ પાસે તો આધુનિક સાધનો હોવા છતા કોઇકવાર આગાહી ખોટી પડી શકે છે.