fbpx

રેડ્ડીની બેટિંગથી આ ત્રણ ભારતીય ખેલાડીઓ ટેન્શનમાં આવી ગયા હશે

Spread the love

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ દરમિયાન નીતિશ રેડ્ડીનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું. તેણે બૉલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. નીતિશ રેડ્ડીએ એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે બીજા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે બોલિંગ કરાવવાની જરૂર પણ ન પડી. નીતિશ રેડ્ડીએ બેટિંગ દરમિયાન 34 બૉલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. જો કે, બોલિંગમાં 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી. નીતિશ રેડ્ડીના શાનદાર પ્રદર્શને હવે ઘણા ક્રિકેટર્સની ઊંઘ હરામ કરી દીધી હશે. હવે તેમની ભારતીય ટીમમાંથી છુટ્ટી થઇ શકે છે. અમે તમને જણાવી દઇએ કે એ કયા ત્રણ ખેલાડી છે, જેમના માટે નીતિશ રેડ્ડી ગળાની ફાંદ બની શકે છે.

શુભમન ગિલ:

અભિષેક શર્મા અને યશસ્વી જાયસ્વાલના કારણે શુભમન ગિલને આમ પણ T20માં ઓછી તક મળે છે. હવે નીતિશ રેડ્ડી આવી જવાથી તેને કદાચ જ રમવાની તક મળે. નીતિશ બોલિંગ પણ કરી લે છે. એવામાં શુભમન ગિલની જગ્યાએ તેને જ મહત્ત્વ આપવામાં આવશે. જો ત્રીજી T20માં નીતિશે આ જ પ્રકારનું પ્રદર્શન કર્યું તો ટીમમાં તેની જગ્યા એકદમ પાક્કી થઇ જશે.

ઋતુરાજ ગાયકવાડ:

ઋતુરાજ ગાયકવાડ ઝીમ્બાબ્વે ટૂર પર ભારત માટે રમ્યો હતો. જો કે, ઘણા ખેલાડીઓ હોવાના કારણે તેને ટીમમાં નિયમિત તક મળતી નથી. હવે નીતિશ રેડ્ડી પણ ટીમમાં આવી ગયો છે. તેણે પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. એવામાં નથી લાગતું કે ઋતુરાજ ગાયકવાડને તક માળશે. નીતિશ રેડ્ડી T20 ટીમમાં તેના માટે ખૂબ મોટો જોખમી સાબિત થઇ શકે છે.

તિલક વર્મા:

નીતિશ રેડ્ડી તિલક વર્મા માટે સૌથી વધુ જોખમી છે કેમ કે જે પોઝિશન પર નીતિશ રેડ્ડી રમે છે, લગભગ એજ પોઝિશન પર તિલક વર્મા પણ રમે છે. નીતિશ રેડ્ડીના કારણે જ તિલક વર્માને પહેલી 2 મેચમાં તક ન મળી. આ પ્રકારની પરિસ્થિતિ આગળ પણ રહી શકે છે. તિલક વર્માને હવે પ્લેઇંગ ઇલેવનમાં તક મળવી સરળ નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!