પ્રાંતિજ ના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો
– ગુજરાત માં બે સ્થળોએ પલ્લી મેળો ભરાય છે ગાંધીનગર ના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજ
– પાંડવો ના સમયથી ચાલી આવતી પ્રથા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે
– હજારોમન ધી નો અભિષેક કરવામાં આવ્યો
– બ્રહ્માણી માતાના મંદિર ખાતે માનવમહેરામણ ઉમટી પડયુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી નો મેળો ભરાય છે જેમાં તા.૧૧|૧૦|૨૦૨૪ ને શુક્રવાર ના રોજ પ્રાંતિજ ના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લી ના મેળામાં માઇ ભકતો નુ માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયુ હતુ અને પલ્લી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો જયઅંબે…ના ધોષથી સમ્રગ પ્રાંતિજ ગુંજી ઉઠયું હતું
બ્રાહ્મણી મંડળ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવીહતી.મંદિર તરફથી કોઇ પણ જાતની માઇ ભકતોને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી ભકતો દ્રારા પલ્લી માં માંગેલ બાધાપૂર્ણ કરવા માટે ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો પટેલ વાસ ના યુવાનો દ્રારા દરવર્ષ ની જેમ પલ્લી બનાવવામાં આવી હતી અને પલ્લી પ્રગટાવવામાં આવી હતી અને પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ધુમાવવામાં આવેલી અને આતબાજીની ફુલો નો વરસાદ સાથે અમી છાંટા પણ થયા હતા તો આખું વાતાવરણ ‘જય અંબે ‘ના નાદ સાથે ગાજી ઉઠેલું પલ્લી ના દર્શન માટે આવેલ મહેરામણમાં પચાસ હજાર કરતાં પણ દર્શનનાર્થીઓ ઉમટી પડયા હતાં તો સાબરકાંઠા- અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ દ્રારા મા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો પ્રાંતિજ પી.આઇ આર.આર.દેસાઇ દ્રારા કોઇ અનિચ્છનીય ધટના ન બને તે માટે પુરે-પુરી દેખરેખ રાખવામાં આવી હતી શુધ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતીજયારે પ્રાંતિજ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રાંતિજ સહિત આજુબાજુમા રહેતા માઇભકતો ઉમટી પડયા હતા અને મા ના દર્શન સાથે મેળામા આનંદ માણ્યો હતો
અહી ભકતો દ્રારા ધી ની બાધા રાખવામા આવે છે અને પશુ સહિત ની અનેક માનતા અને બાધા આખડી ના રૂપે પણ અહી ધી ચઢાવતા હોય છે અને પલ્લી ના દર્શન કરવા ભક્તો આવે છે |
પ્રાંતિજ ની પલ્લી ને માણવા અને દર્શન કરવા માટે ભક્તો અહી રાત ભર પલ્લીની રાહ જોતા હોય છે અને ભક્તો પલ્લીના દર્શન કરવા આતુરતાં દાખવતાં હોય છે જ્યારે પલ્લી નીકળે ત્યારે જય અંબે ના નાદ થી સમગ્ર શહેર ગુજી ઉઠે છે.. |
જીલ રાવલ પ્રાંતિજ