સુરતના મહિલા એડવોકેટ ફાલ્ગુની એ ઘંટીવાલાએ સુરત જિલ્લાના સંદર્ભમાં મહિલાઓ દ્વારા પુરુષો સામે આચરવામાં આવતી ઘરેલું હિંસા કાનુની સ્થિતિની સમીક્ષા પર સંશોધન કર્યું હતું. જેને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી આપી છે. આ સંશોધન તેમણે નવસારીના દિનશો ડાબુ લો કોલેજના પ્રિન્સિપાલ ડો. શેહનાઝ પી બીલીમોરીયાના સુપરવિઝન હેઠળ તૈયાર કર્યું હતું.
જયારે ફક્ત મહિલાઓના હિતની જ ચિંતા સમાજમાં થઈ રહેલ છે. તેવા સમયે એક મહિલા એડવોકેટ ફાલ્ગુની એ ઘંટીવાલા દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનીર્વસીટીમાં “સુરત જીલ્લાના સંદર્ભમાં મહિલાઓ દ્રારા પુરૂષો સામે આચરવામાં આવતી ઘરેલુ હિંસાની કાનૂની સ્થિતિની સમીક્ષા” ના વિષય ઉપર તા. ૦9/10/2024ના રોજ સંશોધન કરી Ph.D ની ઉપાધી હાંસલ કરેલ છે.
એડવોકેટ ફાલ્ગુની એ ઘંટીવાલા સને 1995થી છેલ્લા 30 વર્ષથી સુરત બાર એસોસિએશનના સભ્ય તરીકે સુરત જિલ્લા ન્યાયાલય તેમજ સુરત ફેમિલી કોર્ટમાં પ્રેકટીસ કરે છે. તેઓની મુકાલાતમાં તેઓએ જણાવેલ કે સમાનતાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે. તેમ છતા પુરૂષો સામે મહિલાઓ દ્વારા થતી ઘરેલુ હિંસાઓ સામે કોઈ કાયદો કે જોગવાઈ નથી. ભારતની સર્વોચ્ચ અદાલત દ્રારા પણ પુરૂષો સામે થતી ઘરેલુ હિંસાને ધ્યાને લઈ વિવિધ ગાઈડલાઈન તેમજ ચૂકાદાઓ પ્રસ્તુત થયેલ છે. સને 2023માં ભારત સરકાર દ્વારા કલમ 498ને ધ્યાનમાં રાખી નવા નિયમો રજૂ કરવામાં આવેલ. તેણીએ જણાવેલ કે તેણી સ્ત્રીઓના અધિકારોથી વિરૂધ્ધમાં નથી પરંતુ મૂળભૂત અધિકારોને ધ્યાને રાખ્યા સિવાય કાયદાઓ ઘડવા જોઈએ નહીં. હજી પણ સમાજમાં સ્ત્રીઓ ઘરેલુ હિંસાથી પીડીત છે પરંતુ સાથે-સાથે સ્વચ્છંદિ અને ઉચ્છલ મહિલાઓ દ્રારા પુરૂષો શરમને કારણે હકીકત બહાર પાડતા નથી. આવા બનાવો દિન-પ્રતીદિન ભારતીય સમાજમાં વધી રહેલ છે. ભારતમાં મનુષ્યના જીવનને સોળ-સંસ્કારોમાં વિભાજીત કરવામાં આવેલ છે. તેમાં લગ્ન એક મનુષ્યના જીવનનો અવિભાગ્ય હિસ્સો છે. જો આ પ્રમાણે પુરૂષો તરફ થતી માનસિક, શારીરીક કે અન્ય કોઈ પણ પ્રકારની હિંસાનુ પ્રમાણ વધતુ જશે તો આજની યુવાપેઢી લીવ ઈન રીલેશન જેવા સંબંધોમાં સંપડશે અને ભારતીય સંસ્કૃતિ અને કુટુંબ વ્યવસ્થા પડી ભાંગશે. ભારત પાશ્ચાતીય શૈલીમાં પરિવર્તીત થાય તેવુ ભારતનો કોઈ પણ નાગરિક સ્વીકારશે જ નહી. જેથી ભારતમાં સમાન લિંગ વિષાયક કાયદાઓ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી બનાવવા જરૂરી છે. જેથી દુનિયાની ઉચ્ચતમ કુટુંબ વ્યવસ્થા બચાવી શકાય.
તેણીએ આ સંશોધન પત્રને કુલ 7 પ્રકરણોમાં સમાવેલ છે. જેમાં તેણી એ ભારતીય સર્વોચ્ચ અદાલતના 65 ચૂકાદાઓ, ભારતની વિવિધ હાઈકોર્ટના 69 ચૂકાદાઓ, ભારતની સુરત જીલ્લાની વિવિધ કોર્ટોના 29 ચૂકાદાઓના સમાવેશ કરેલ છે. તેણીએ આ સંશોધન નવસારીના દિનશો ડાબુ લૉ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શેહનાઝ પી બીલીમોરીયાના સુપરવિઝન હેઠળ પૂર્ણ કરેલ છે. આ સંશોધન હાલના વાસ્તવિક ભારતીય સમાજનું ચિત્રણ રજૂ કરે છે જે સ્નેહનીય પ્રયાસ છે.