fbpx

જેલમાંથી ફિલ્મી અંદાજમાં ભાગી ગયા 5 કેદી, તોડ્યા લોખંડ સળિયા અને પછી..

Spread the love

જેલમાંથી 5 કેદી ફરાર થઇ ગયા છે. જેથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઇ છે. પોલીસને સમજણ પડી રહી નથી કે આખરે એમ થયું કઇ રીતે. અલગ અલગ ગુના હતા, અલગ અલગ જેલની અંદર ગયા હતા. પાંચેયએ એક સાથે મળીને જેલ તોડીને ભાગવાની પ્લાનિંગ કરી હતી. એ પણ ઇંટથી બનેલી દીવાલ નહીં તેમણે ફિલ્મી અંદાજમાં લોખંડના સળિયા જ તોડી દીધા અને પછી ફરાર થઇ ગયા. ચાલો આગળ જાણીએ શું છે આખી કહાની.

આસામના મોરીગાંવ જિલ્લાથી શુક્રવારે સવારે 5 વિધારાધીન કેદી ફરાર થઇ ગયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મોરીગાંવના જિલ્લા કમિશનર દેવાશીષ શર્માએ મીડિયાને જણાવ્યું કે કેદીઓના જેલથી ભાગી જવાની ઘટના રાતના 1:00 અને 2:00 વાગ્યા વચ્ચે થઇ હતી. પાંચેય વિધારાધીન કેદી POCSO એક્ટ હેઠળ આરોપી છે. તેમને મોરીગાંવ અને સોનિતપુર જિલ્લાઓથી ધરપકડ કરવામાં આવી હતી. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેદીઓએ લોખંડના સળિયા (ગ્રીલ) તોડી દીધી અને પછી ચાદર, ધાબળા અને લુંગીને દોરડાના રૂપમાં ઉપાયોગ કરીને તેઓ જેલની 20 ફૂટ ઊંચી દીવાલથી નીચે ઉતરી ગયા.

તેમણે વધુમાં કહ્યું કે, ફરાર કેદીઓની ધરપકડ કરવા માટે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, તપાસમાં એ જાણકારી મેળવવામાં આવશે કે જેલ સુરક્ષાકર્મીઓ તરફથી કોઇ ચૂંક તો નથી થઇ. આ પાંચ લોકોમાં 3 વિરુદ્ધ લહરીઘાટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે, જ્યારે અન્ય 2ની મોઇરાબારી અને તેજપુર પોલીસ સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!