fbpx

વિજયાદશમીએ મોહન ભાગવતે કોને ચેતવ્યા અને હિન્દુઓને શું સલાહ આપી

Spread the love

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે વિજયાદાશમીના અવસર પર આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રેશમ બાગ મેદાનમાં શસ્ત્ર પૂજન કર્યું. ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કરતા દેશ અને દુનિયા સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે, ઇઝરાયલ-હમાસ યુદ્ધની આગમાં કોણ કોણ સળગશે અને કોણ કોણ તેની ઝપેટમાં આવશે? દુનિયામાં ભારતનું માન વધ્યુ છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઈ. દુનિયામાં એવા દેશ છે જે આ પ્રકારની ચાલ ચાલશે કે ભારત આગળ નહીં વધે, તેઓ ભારતને રોકવા માગશે.

મોહન ભાગવતે કહ્યું કે, ભારત આગળ ન વધે એમ ઇચ્છતી શક્તિઓ પણ છે. જાત જાતની ચાલો તેઓ ચાલશે. અત્યાર સુધી ભારત છોડીને બાકી વિશ્વએ પોતાનો સ્વાર્થ છોડીને બલિ આપવાનો માર્ગ પસંદ કર્યો નથી. બાંગ્લાદેશમાં શું થયું? અત્યાચારોના કારણે ત્યાંના હિન્દુ સમાજ પર હુમલા થયા. હિન્દુઓ પર અત્યાચાર થયો, હિન્દુ ત્યાં પોતાના બચાવ માટે રસ્તા પર આવ્યા. કટ્ટરપંથી જ્યાં સુધી છે ત્યાં સુધી લઘુમતીઓ પર અત્યાચાર થશે. હિન્દુઓએ વિચારવું પડશે કે જો આપણે દુર્બળ છીએ અને અસંગઠિત છીએ તો ખોટું છે. જ્યાં છો ત્યાં સંગઠિત રહો, હિંસક ન બનો, પરંતુ દુર્બળ ન રહેવું.

RSS ચીફે કહ્યું કે, બાંગ્લાદેશમાં એવી ચર્ચાઓ ચાલે છે ભારતથી જોખમ છે એટલે પાકિસ્તાનને સાથે લેવાનું છે. આ ચર્ચાઓ કોણ કરાવી રહ્યું છે? એ કયા કયા દેશોના હિતની વાત છે? ભારત મોટો બનશે તો સ્વાર્થની દુકાન બંધ થઈ જશે. અગાઉ જેવું પરસ્પર યુદ્ધ કરવું સરળ નથી. મંત્ર વિપ્લવ ચાલી રહ્યો છે. એવી સ્થિતિમાં તેમને દેશની અંદર સાથી મળી જાય છે. ભારતની ચારે તરફ, ખાસ કરીને સીમાવર્તી પ્રાંતોમાં શું શું થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. સમય પર આપણે જગવાનું છે.

ભાગવતે કોલકાતા રેપ-મર્ડર કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આરજી કર હોસ્પિટલમાં શરમજનક ઘટના થઈ. જેમ ત્યાં સમાજના લોકો ડૉક્ટરો સાથે ઊભા થઈ ગયા, પરંતુ જે પ્રકારે ત્યાં ગોળમટોળ પ્રયાસ થયો એ રાજનીતિના અપરાધિકારણનું પ્રમાણ છે. આપણે જોઈ રહ્યા છીએ કે ભારતવર્ષમાં આ પ્રકારના મન વચનો પર કુપ્રભાવ પડી રહ્યો છે. કોઈ વાત છૂપતી નથી. બાળકોના હાથમાં પણ મોબાઈલ છે. તેઓ શું જોઈ રહ્યા છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી. તેના પર નિયંત્રણ રાખવું ઘર-પરિવાર અને વિધિ વ્યવસ્થા પર પણ જરૂરી છે. તેના દુષ્પરિણામ પણ છે. ઘણી જગ્યાએ યુવા પેઢી નશાની જાળમાં ફસાઈ રહી છે. એક દ્રૌપદીના વસ્ત્રનું હરણ થયું, મહાભારત થઈ ગયું. સીતા હરણ થયું રામાયણ થઈ ગયું.

આરજી કર હોસ્પિટલમાં શું થયું એ શરમજનક થઈ ગયું છે. એવું થવું જોઈતું નહોતું. થયા બાદ પણ ત્યાં જે પ્રકારની પ્રવૃત્તિ થઈ એ ગુના અને રાજનીતિના ગઠબંધનને દેખાડે છે. અગાઉ જેવું પરસ્પર યુદ્ધ કરવું સંભવ નથી. હવે આપણી પરંપરાને યુદ્ધને મંત્ર વિપ્લવ કહીએ છીએ. તેમને દેશમાં પણ પોતાના જેવા ઘણા લોકો મળી જાય છે, પરંતુ સમાજમાં એ ઘર્ષણ મોટા બની ગયા તો એકનો પક્ષ લઈને તેમની પાછળ ઊભા રહેવાને પર્યાય રાજનીતિ કહેવાય છે. તેની આડમાં પોતાની પદ્ધતિઓ ચાલે છે. તેને લઇન પાશ્ચાત્ય દેશોથી ઘણા પુસ્તકો નીકળી રહ્યા છે, હું આ પોતાના મનથી કહી રહ્યો નથી. ભારતના સીમાવર્તી દેશોમાં તેના કારણે શું શું થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ.  

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!