પ્રાંતિજ ખાતે દશ મા નોરતે સાંસદ દ્રારા આરતી ઉતારી ધન્યતા અનુભવી
– પરિવાર સાથે મા ની આરતી ઉતારી ધન્યતા અનુભવી
– સ્વામિનારાયણ-ગંજાનંદ સોસાયટી ખાતે આરતી ઉતારી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી તો દશ મા નોરતે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દ્રારા મા ની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી
ગુજરાત સહિત જિલ્લામા નવલી નવરાત્રી ૨૦૨૪ ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામા આવી હતી જેમા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો મા ઠેરઠેર શક્તિ ની ઉપાસના પર્વ નવરાત્રી મહોત્સવ ની શાન્તી પૂર્વ ઉજવણી થઈ હતી તો પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સોસાયટી તથા ગંજાનંદ સોસાયટી ખાતે યોજાતી સંયુક્ત સાર્વજનિક નવરાત્રી મહોત્સવ ના દશ મા દિવસે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાએ તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પરિવાર દ્રારા માં જગત જનની અંબેની આરતી ઉતરી હતી અને ધન્યતા અનુભવી હતી અને મા ના આશીર્વાદ લઈ ને સાંસદ દ્રારા સર્વે લોકોનુ કલ્યાણ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી તો સોસાયટી ના રહીશો દ્રારા દશ મા નોરતે નવરાત્રી ના છેલ્લા દિવસે ગરબાચોક મા મોડી રાત્ર સુધી ગરબા ની રમઝટ બોલાવી હતી અને ખૈલેયાઓ મન મુકીને જુમમ્યા હતા તો આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઇ કિંમતાણી , પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , જગદીશભાઇ ચૌહાણ , શૈલેષભાઈ , રમેશભાઇ પ્રજાપતિ , ત્રિકમભાઇ પટેલ , મહેશભાઇ પ્રજાપતિ , ધનશ્યામ ભાઇ મોદી , અતુલ ભાઇ , રાજુભાઈ પટેલ , રમેશભાઇ , પ્રશાભાઇ પ્રજાપતિ , ર્ડા રાજુભાઈ પટેલ સહિત સોસાયટી ના આગેવાનો રહીશો સહિત નવરાત્રી યુવક મંડળ ના સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ