fbpx

કાશ્મીરમાં કોંગ્રેસને લાગી શકે છે ઝટકો, મોટા ઉલટફેરની આશંકા, ઓમર અબ્દુલ્લાના…

Spread the love

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ અપક્ષ ધારાસભ્યોએ ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ (NC)ને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. સાથે ચૂંટણી લડનારી કોંગ્રેસ પાર્ટીને લઈને અસમંજસની સ્થિતિ છે. કાશ્મીરના રાજકારણમાં એવી વાતની ચર્ચા થઈ રહી છે કે આ ઓમર અબ્દુલ્લા તરફથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં NC પાસે 42 સીટો છે, પરંતુ 48 સીટો સાથે NC-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 45ના અડધા આંકડાથી ઉપર છે. વેલીમાં NCએ જીત હાંસલ કરી છે, જ્યારે જમ્મુના મેદાની વિસ્તારમાં નિર્ણાયક રૂપે ભાજપને વોટ મળ્યા છે. કોંગ્રેસ જમ્મુ ક્ષેત્રમાં માત્ર 1 સીટ જીતવામાં સફળ રહી.

જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને કેન્દ્ર ઉપરાજ્યપાલના માધ્યમથી સરકારના દૈનિક કામકાજ પર નિયંત્રણ રાખે છે. ઓમર અબ્દુલ્લાને એ વાતનો અનુભવ છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ ઓમર અબ્દુલ્લાના નિવેદનથી રાજકીય પંડિતોના કાન ઊભા 7 થઈ ગયા છે. તેમને સ્પષ્ટ અને વારંવાર કહ્યું કે, કેન્દ્ર સાથે સમન્વયની જરૂરિયાત છે. જમ્મુ-કશ્મીરના ઘણા મુદ્દા કેન્દ્ર સાથે લડીને સમાધાન નહીં કરી શકાય. હું એ સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પ્રયાસ કરીશ કે આગામી સરકાર ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરાકાર સાથે સહજ સંબંધો માટે કામ કરે.

એટલું જ નહીં ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન વિના નેશનલ કોન્ફરન્સ સારું પ્રદર્શન કરી શકતી હતી. કોંગ્રેસ સાથે ગઠબંધન અમારા માટે સીટો બાબતે નહોતું. અમે કોંગ્રેસ વિના પણ એકને છોડીને બાકી સીટો જીતી શકતા હતા. નવી સરકારની પ્રાથમિકતા જમ્મુ-કશ્મીરના રાજ્યનો દરરજો લાગૂ કરવાનો છે જેના માટે તેઓ દિલ્હી સરકાર સાથે મળીને કામ કરશે. આ સંબંધમાં મારું માનવું છે કે વડાપ્રધાન એક સન્માનીય વ્યક્તિ છે. તેમને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને વાયદો કર્યો હતો કે રાજ્યનો દરજ્જો પરત કરવામાં આવશે. માનનીય ગૃહ મંત્રીએ પણ આજ વાયદો કર્યો હતો.

એ સિવાય ઓમર અબ્દુલ્લાએ એવા પણ સંકેત આપ્યા છે કે હાલમાં અનુચ્છેદ 370ના મુદ્દા પર કોઈ ઘર્ષણ નહીં થાય. તેમણે કહ્યું કે, અમારું રાજકીય વલણ ક્યારેય બદલાયું નથી. ભાજપ પાસે આર્ટિકલ 370 લાગૂ કરવાની આશા રાખવી મૂર્ખતા છે. અમે આ મુદ્દાને જીવિત રાખીશું. અમે આર્ટિકલ 370ને લાગૂ કરવા માટે યોગ્ય સમય પર લડાઈ ચાલુ રાખીશું. ઓમર અબ્દુલ્લાના નિવેદનોથી ભાજપ સાથે રાજકીય ગઠબંધનને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બંને પાર્ટી અગાઉ પણ સાથે રહી ચૂકી છે. NC અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી NDA સરકારની ઘટક દળ હતી અને ઓમર અબ્દુલ્લા 1999 થી 2002 વચ્ચે વાજપેયી સરકારમાં મંત્રી હતા. 2 ઓક્ટોબરે રામ માધવે કહ્યું હતું કે 2014માં એક અજીબોગરીબ સ્થિતિ હતી. માત્ર ભાજપ- NC કે ભાજપ-PDP સાથે મળીને સરકાર બનાવવાની સંભાવના હતી. એ સમયે NC અને PDP બંને સાથે વાતચીત થઈ હતી. અંતે ભાજપ-PDPએ સરકાર બનાવી. જો કે, રામ માધવે જમ્મુ-કાશ્મીરમાં ભાજપના NC કે કોઈ અન્ય પાર્ટી સાથે હાથ મળવવાની કોઈ પણ વાતને નકારી દીધી હતી.

એવામાં જો ભાજપ અને NC એક સાથે આવવાનો નિર્ણય લે છે તો આર્ટિકલ 370નો મુદ્દો બાધા નહીં બને. 8 ઓક્ટોબરે જાહેર થયેલા ચૂંટણીના પરિણામોએ ઘાટી-મેદાની વિસ્તારો વચ્ચે વિભાજનને સામે લાવી દીધું. NCએ ઘાટીમાં સીટો જીતી તો ભાજપને જમ્મુમાં લીડ મળી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!