fbpx

પાકિસ્તાન-NZ મેચ રદ કે ટાઇ થઇ તો કોને ફાયદો? ભારતના સેમીફાઇનલ પહોંચવાના સમીકરણ..

Spread the love

ભારતે મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે હાથમાં આવેલી જીત ગુમાવીને પોતાને ફાલતુના સમીકરણમાં ગુંચવી દીધી છે. ભારતીય ટીમ જો અંતિમ ઓવરમાં 14 રન બનાવી લેતી તો તેની સેમીફાઇનલમાં જગ્યા પાક્કી થઇ ચૂકી હોત. પરંતુ એમ ન થયું અને હવે ભારતની બધી આશા પાકિસ્તાનની જીત પર જીવંત છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. ભારત, ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન વચ્ચે બીજી સેમીફાઇનાલિસ્ટ ટીમ બનવાની રેસમાં છે. આવો જાણીએ ગ્રુપ-Aનું આખું સમીકરણ.

મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપમાં 5 ટીમો છે. ઓસ્ટ્રેલિયા પોતાની બધી મેચ જીતીને 8 પોઇન્ટ્સ સાથે સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. શ્રીલંકા પોતાની બધી મેચ હારીને સ્વદેશ ફરવાની તૈયારીમાં છે. ભારત અને ન્યૂઝીલેન્ડના 4-4 પોઇન્ટ્સ છે. પાકિસ્તાનના 2 પોઇન્ટ્સ છે. ભારતની નેટ રનરેટ 0.322 અને ન્યૂઝીલેન્ડની 0.282 છે. પાકિસ્તાન (-0.488)ની નેટ રનરેટ માઇનસમાં છે. ભારત હવે સેમીફાઇનલ ત્યારે જ રમી શકે છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે. પરંતુ એવું થવા પર પાકિસ્તાનની જીતનું અંતર 52 રન કે તેનાથી ઓછું હોવું જોઇએ.

જો પાકિસ્તાન 53 કે તેનાથીવધુ રનથી જીતે છે તો પોતે સેમીફાઇનલમાં પહોંચી શકે છે અને ન્યૂઝીલેન્ડ રનરેટના ગણિતથી બહાર છે. જો તે જીતે છે તો 6 પોઇન્ટ્સ સાથે સેમીફાઇનલ પહોંચી જશે. જો ન્યૂઝીલેન્ડ હાર્યું તો ભારત કે પાકિસ્તાન સેમીફાઇનલ રમશે. જો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ ટાઇ થાય છે તો તેના પરિણામ માટે સુપર ઓવર રમાશે. સુપર ઓવર જીતનારી ટીમને 2 પોઇન્ટ્સ મળશે. જો ન્યૂઝીલેન્ડ જીતે છે તો તેના 6 પોઇન્ટ્સ થઇ જશે. જો પાકિસ્તાન સુપર ઓવર જીતે છે તો પછી નેટ રનરેટ નક્કી કરશે કે કઇ ટીમ સેમીફાઇનલ રમશે.

ભારતને રવિવારે ખૂબ જ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું. ભારતને અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પીચ પર હતી. હાથમાં 5 વિકેટ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર એનાબેલ સદરલેન્ડે આ ઓવરમાં 4 બેટ્સમેન આઉટ કરીને ભારતની રમત ખતમ કરી દીધી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના 151 રનના જવબમાં 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી.  

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!