મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભાની ચૂંટણી અગાઉ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. એવામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના સહયોગી એ અગાઉ લોભામણાં નિર્ણય લેવામાં વ્યસ્ત છે. આ દરમિયાન સોમવારે રાજ્ય કેબિનેટે મુંબઇમાં એન્ટ્રી પર લાગતા બધા ટેક્સ ખતમ કરી દીધા છે. મુંબઇમાં એન્ટ્રી માટે કુલ 5 રસ્તા છે, જેના પર ટોલ ટેક્સ લાગે છે. તેના પર આજે રાત્રે 12:00 વાગ્યાથી કોઇ ટોલ નહીં લાગે. આ નિર્ણય નાના વાહનો એટલે કે બાઇક, કાર વગેરે માટે છે. કૉમર્શિયલ વાહનો પર અગાઉની જેમ ટેક્સ લાગતો રહેશે.
સરકારના આ નિર્ણયથી લાખો લોકોને ફાયદો મળવાની સંભાવના છે. એવામાં તેને ચૂંટણી અગાઉ માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવે છે. આ નિર્ણયથી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં સરકારના પક્ષમાં માહોલ બની શકે છે. પોતે મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેથી ધારાસભ્ય છે. તેઓ મુખ્યમંત્રી રહેવા અગાઉ ઘણી વખત મુંબઇમાં એન્ટ્રી પર લાગતા ટોલ વિરુદ્ધ પ્રદર્શન કરી ચૂક્યા છે. મહારાષ્ટ્ર માર્ગ પરિવહન નિગમ તરફથી બનાવવામાં આવેલા 55 ફ્લાઇઓવર્સ માટે 45 રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તેનું નિર્માણ 1995 થી 1999 દરમિયાન થયું હતું.
આ ટોલ ટેક્સની વસૂલી કુલ 5 જગ્યાએ કરવામાં આવે છે. હવે અહી ટોલ ટેક્સ સામાન્ય યુઝર્સ પર નહીં લાગે. મુલુંડ ચેક નાકા, મુલુંડ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, એરોલી નાકા, દહીસાર અને મનખુર્દ નાકા પર ટોલ લાગતો રહ્યો છે. માર્ગ પરિવહન નિગમ ઇચ્છતું હતું કે આ ટોલ ચાલુ રહે જેથી ક્રિક બ્રિજન નિર્માણમાં થયેલો ખર્ચને વસૂલી શકાય, પરંતુ સરકારે ટોલને તત્કાલીન પ્રભાવથી ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સેના તરફથી પણ તેને લઇને આંદોલન કરાયા છે.
MNSનું કહેવું છે કે ટોલ ખતમ થવો જોઇએ. તેનાથી એટલી વસૂલી થઇ ચૂકી છે જેટલા ખર્ચ રસ્તા અને ફ્લાઇઓવર્ણ નિર્માણ પર થયો હતો. ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ સરકારના આ નિર્ણયના વખાણ કર્યા છે કે હું આ નિર્ણયનું સ્વાગત કરું છું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે થાણેથી આવે છે અને તેમનું કહેવું રહ્યું છે કે આ એ હજારો લોકો સાથે અન્યાય છે, જે રોજ કામકાજ માટે મુંબઇ આવે છે. એવામાં મુંબઇની એન્ટ્રી કરવી જ તેમને મોંઘીં પડે છે.