સોશિયલ મીડિયામાં રોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે. આજે ઇન્ટરનેટના જમાનામાં ક્યારે શું વાયરલ થઈ જાય તેની કોઈને ખબર હોતી નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ યુઝર્સ હેરાન છે. વાયરલ વીડિયોમાં મહિલા શિક્ષિકા આગમાં મોબાઈલ ફેકતી નજરે પડી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોબાઈલ ફોન વિદ્યાર્થીઓના છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મલેશિયા કે ઇન્ડોનેશિયાનો હોય શકે છે. જોકે તેની પુષ્ટિ થઈ નથી.
વીડિયો મુજબ શાળામાં ઘણા વિદ્યાર્થી મોબાઈલ છુપાવીને લાવ્યા હતા. એ નિયમોનું ઉલ્લંઘન હતું. એવામાં જ્યારે વિદ્યાર્થીઓની ચોરી પકડાઈ ગઈ તો ગુસ્સામાં ભરાયેલી મહિલા શિક્ષિકાએ એવું પગલું ઉઠાવ્યું જેણે બધાને હેરાનીમાં નાખી દીધા છે. મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીઓના જપ્ત કરવામાં આવેલા મોબાઇલ એક એક કરીને આગને હવાલે કરી દીધા. મહિલાએ iPhone સહિત બીજા ઉપકરણોને ડ્રમમાં ફેકીને સળગાવી દીધા. વાયરલ વીડિયોમાં મહિલા શિક્ષિકા એક બે નહીં પરંતુ ઘણા સ્માર્ટફોન આગમાં ફેકતી નજરે પડી રહી છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Mastaronlineofficial નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 4 લાખથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જ્યારે મોબાઈલ ફોન સળગાવવામાં આવી રહ્યા છે તો તેઓ (વિદ્યાર્થી) રડવા લાગ્યા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓના અવાજ સાંભળી શકાય છે. વિદ્યાર્થીઓએ પોતાની શિક્ષિકાને મોબાઈલ આગના હવાલે ન કરવાની વિનંતી કરી પરંતુ મહિલા શિક્ષિકા ન માની. શિક્ષિકા દ્વારા આગમાં ફેકવામાં આવેલા મોબાઈલ iPhone હતા.
વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર રીએક્ટ કરી રહ્યા છે. કોઈએ શિક્ષિકાને જરૂરિયાતથી વધારે કડક ગણાવી તો કોઈએ મોબાઇલ આપીને વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા પર પેરેન્ટ્સને ખરું, ખોટું સંભળાવી દીધું. તો કેટલાકે શિક્ષિકાની આ હરકતની નિંદા કરતા કહ્યું કે તેણે મોબાઈલ સળગાવવાની જગ્યાએ પેરેન્ટ્સને પાછા આપી દેવા જોઈતા હતા. કુલ મળીને વાયરલ વીડિયો પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.