fbpx

ખડગેએ પરત કરી 5 એકર જમીન, MUDA કેસની તપાસ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય

Spread the love

કર્ણાટકના રાજકારણમાં કથિત MUDA સ્કેમ કેસના કારણે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે અને આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે અને તેમના પરિવારે કર્ણાટક સરકારને 5 એકર જમીન પરત કરવાનો નિર્ણય લીધો છે. આ જમીન ખરગે પરિવારના સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને આપવામાં આવી હતી. હવે તેનું ખૂબ મહત્ત્વ કાઢવામાં આવી રહ્યું છે કેમ કે રાજ્યના મુખ્યમંત્રી જમીન સાથે જોડાયેલા કેસમાં માઠી રીતે ઘેરાઇ ગયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેને મળેલી આ જમીન બાબતે તમને જણાવી દઈએ કે આ 5 એકર જમીન મલ્લિકાર્જૂન ખરગેના પુત્ર રાહુલ ખરગેને કર્ણાટક ઇન્ડસ્ટ્રિયલ એરિયાસ ડેવલપ બોર્ડ (KIADB) તરફથી બેંગ્લોરના હાઇ ટેક ડિફેન્સ એરોસ્પેસ પાર્કમાં હાર્ડવેર સેક્ટરમાં આપવામાં આવી હતી.

ભાજપે લગાવ્યા હતા આરોપ:

ઉલ્લેખનીય વાત એ પણ છે કે હાલમાં જ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકની સરકાર દ્વારા શંકાસ્પદ સિચુએશનમાં ખરગેના પરિવારના ટ્રસ્ટને 5 એકર જમીન આપવામાં આવી હતી. તેને લઈને ભાજપે માગ કરી હતી કે કોંગ્રેસ અધ્યક્ષે આ મામલે જવાબ આપવો જોઈએ અને જમીન ફાળવણીમાં પારદર્શિતા હોવી જોઈએ. એક મહત્ત્વની વાત એ પણ છે કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી બી.એમ.એ 30 સપ્ટેમ્બરે MUDAને 14 પ્લોટ પરત કરવાની વાત કહી હતી.

તેને લઈને સિદ્વારમૈયાએ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ચાલી રહેલા કાવતરાંના કારણે તેમની પત્ની દુઃખી છે એટલે તે જમીન પરત કરી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 30 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી સિદ્વારમૈયા, તેમની પત્ની અને તેમના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તો આ બધા વિરુદ્ધ મૈસૂર લોકાયુક્તે પણ ભ્રષ્ટાચારને લઈને કેસ નોંધ્યો હતો. આ મામલે કેસ ચાલી રહ્યો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!