ભારતના સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટાની અંતિમ યાત્રામાં સૌથી આગળ યઝદી બાઇક પર લીડ કરી રહેલો એક યુવાન ચર્ચામાં છે. એ યુવાનનું નામ શાંતનૂ નાયડુ છે અને રતન ટાટાનો બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
પૂણેમાં જન્મેલો શાંતનૂ જ્યારે એન્જિનિયર થયો ત્યારે તેણે તેની કારકિર્દીની શરૂઆત ટાટા એલેક્સી સાથે ઓટોમોબાઇલ ડિઝાઇન એન્જિનિયર સાથે કરી હતી. રતન ટાટા અને શાંતનૂની મુલાકાત પ્રાણી પ્રેમને કારણે શક્ય બની હતી. શાંતનૂએ રખડતાં કુતરાઓને અકસ્માતથી બચાવવા માટે એક રિફલેક્ટીવ કોલર બનાવ્યું હતું અને તે જાતે જઇને કુતરાંના ગળામાં લગાવતો હતો. રતન ટાટા પણ પ્રાણી પ્રેમી તરીકે જાણીતા છે. જ્યારે રતન ટાટાને આ વાતની ખબર પડી તો તેમણે શાંતનૂને બોલાવ્યો. પહેલીવાર જ્યારે શાંતનું રતન ટાટાને મળ્યો ત્યારે તેની ઉમર માત્ર 20 વર્ષની હતી. પછી તે રતન ટાટાનો આસિસ્ટન્ટ બની ગયો હતો અને હમેંશા ટાટાની સાથે નજરે પડતો. શાંતનૂએ લેખક પણ છે અને તેણે મેટોપોઝ નામની સંસ્થા બનાવી છે જે રખડતા કુતરાઓની મદદ કરે છે.