fbpx

પેંન્ગોંગ લેક નજીક ચીને બનાવી નવી કોલોની.., સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો

Spread the love

ભારત જ્યાં એક તરફ ડિપ્લોમેટિક રૂપે સીમા પર વધી રહેલા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો ચીન સીમા નજીક તેજીથી નિર્માણ કાર્ય કરી રહ્યું છે. જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પેંન્ગોંગ લેક પાસે ચીને ઘણું બધુ નિર્માણ કરી નાખ્યું છે. વર્ષ 2020માં જે જગ્યા પર ભારત અને ચીનના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું એ જગ્યાથી આ નવી કોલોની માત્ર 38 કિમી દૂર છે, પરંતુ પેંન્ગોંગ લેક પાસે જ છે. આ જગ્યા પર ચીન અને ભારત વચ્ચે સીમાને લઈને વિવાદ છે. બંનેના પોત પોતાના મત છે. આમ આ નિર્માણ કાર્ય ચીનના સ્વામિત્વવાળા તિબેટમાં કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ સેટેલાઈટ તસવીર અમેરિકન કંપની મેક્સર ટેક્નોલોજીએ 9 ઓકટોબર 2024ના રોજ લીધી છે, જેમાં લગભગ 17 હેક્ટર જમીન પર નિર્માણ કાર્ય કરતું દેખાઈ રહ્યું છે. આ નવી કોલોની યેમાગોઉ રોડ નજીક છે, જેની ઊંચાઈ 4347 મીટર છે એટલે કે 14262 ફૂટ. તક્ષશિલા ઈન્સ્ટિટ્યૂટમાં જિયોસ્પેશિયલ રિસર્ચ પ્રોગ્રામના પ્રમુખ અને પ્રોફેસર ડૉ. વાઇ નિત્યાનંદમે જણાવ્યું કે, ચીન જ્યાં 100 કરતા વધુ ઇમારતો બનાવી રહ્યું છે તેમાં રેસિડેન્શિયલ ઇમારતો, પ્રશાસનિક ઇમારતો દેખાઈ રહી છે.

આસપાસના ખુલ્લા વિસ્તારોમાં ભવિષ્યમાં પાર્ક કે ખેલકુંદની ફેસિલિટી બની શકે છે. આ જગ્યાથી દક્ષિણ-પૂર્વમાં એક 150 મીટર લાંબી સ્ટ્રીપ છે, સંભાવના છે કે ત્યાં હેલિકોપ્ટર માટે હેલીપેડ બનાવવામાં આવે. નવા નિર્માણને જોઈને લાગે છે કે તે એપ્રિલ 2024માં શરૂ થયું છે. આ જગ્યા એક ઢોળાવ પર છે. આ કોલોની બે હિસ્સાઓમાં વહેચાઈ છે. પહેલી એડમિનિસ્ટ્રેટિવ અને બીજી ઓપરેશનલ ઝોન. પડછાયાની સ્ટડીથી ખબર પડે છે કે ઇમારતો એક અને બે માળની ઊંચી છે. કેટલીક નાની રેસિડેન્શિયલ ઇમારતો પણ તૈયાર કરવામાં આવી છે, જેથી તેમાં 6-8 લોકો રહી શકે.

મોટી ઇમારતોમાં એડમિનિસ્ટ્રેટિવ કામ થાય છે કે પછી તે સ્ટોરેજ ફેસિલિટી છે. આ પૂરી કોલોની સીધી રેખામાં નિર્માણ કરવાની જગ્યાએ Rowsમાં નિર્માણ કરવામાં આવી છે જેથી લાંબી દુરીના હુમલાઓથી બચી શકાય. ડૉ. નિત્યાનંદમે જણાવ્યું કે, ઊંચાઈ પર અને પહાડો વચ્ચે હોવાના કારણે આ કોલોનીને પોતાની જાતે જ ઘણા જોખમોથી સુરક્ષા મળી જાય છે કેમ કે એ સામાન્ય રીતે દેખાય પણ નહીં. જમીન પર રાખેલ સર્વિલાન્સ સિસ્ટમ તો તેને જોઈ જ નહીં શકે. એટલે આકાશમાં જ જવું પડશે. બની શકે કે એ ચીનનું અસ્થાયી ફોરવર્ડ બેઝ હોય. જેથી ચીની સેનાનો રીએક્શન ટાઇમ ઓછો કરી શકાય.

ભારત-તિબેટ ફ્રન્ટિયરના ઑબ્ઝર્વર નેચર દેસાઇએ કહ્યું કે, બની શકે કે આ કોલોની તિબેટના ખાનાબદોશ લોકો માટે બનાવવામાં આવી હોય. આ જગ્યાનું નામ Chanzun Nuru છે. આ એક ઐતિહાસિક કેમ્પસાઇટ છે તેની બાબતે સ્વીડિશ જિયોગ્રાફર સ્વેન હેડિનના Central Asia Atlas: Memoir of Mapsમાં પણ ઉલ્લેખ છે. નિર્માણની રીત કોઈ ચીની અસ્થાયી નિર્માણથી વધુ કન્સિસ્ટેન્ટ છે. ચીનની સરકાર તિબેટી ખાનાબદોશો માટે છેલ્લા 2 દશકથી ઘર બનાવીને આપી રહી છે. જેમને જિયાકોંગ સ્ટાઈલ બોર્ડર ડિફેન્સ વિલેજ કહેવામાં આવે છે.

જો એમ થાય છે તો તે પેન્ગોંગ લેક પાસે સૌથી નજીકનું ચીની સેટલમેન્ટ થઈ જશે એટલે કે કહીને ભારતીય સીમા પાસે વફાદાર તિબેટી ખાનાબદોશોને ઘર બનાવીને આપી દીધા છે. તો ડૉક્ટર નિત્યાનંદમે કહ્યું કે, પાણીની નજીકનો અર્થ છે પાણીની અછતથી દૂર રહેવું કેમ કે ઉર્જા તો અહી રિન્યૂએબલ જ લેવી પડશે. જે હિસાબે નિર્માણ થઈ રહ્યું છે, તેનાથી લાગી રહ્યું છે કે રેસિડેન્શિયલ ઇમારતો જલદી જ બની જશે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં કન્સ્ટ્રક્શન બંધ થઈ જશે કેમ કે હવામાન ખૂબ જ ખરાબ રહેશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!