fbpx

MVA ગઠબંધનને સમાજવાદી પાર્ટીએ કહી દીધું મહારાષ્ટ્રમાં આટલી સીટ જોઈશે જ નહિતર…

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે તમામ 288 બેઠકો પર એક સાથે મતદાન થશે. તો જ્યારે પરિણામ 23મી નવેમ્બરે આવશે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ આઘાડીના નેતાઓને ચેતવણી આપી છે. સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રમાં INDIA એલાયન્સ પાસેથી 12 સીટો ઈચ્છે છે.

મહારાષ્ટ્ર SP પ્રમુખ અબુ આઝમીએ કહ્યું કે, અમને 12 સીટો જોઈએ છે અને જો તેઓ નહીં આપે તો એવું થોડું છે કે અમે ચૂંટણી નહીં લડીએ. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અબુ આસીમ આઝમીએ કહ્યું કે, અમે આટલી મોટી પાર્ટી ચલાવી રહ્યા છીએ, ભલે અમારી પાસે 288 સીટો પર લડવાની તાકાત નથી, પરંતુ અમારી પાસે જે સીટો પર તાકાત હશે અમે તે સીટો પર લડીશું.

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા અબુ આઝમીએ કહ્યું, ‘મહા વિકાસ અઘાડીમાં બેઠકો માત્ર કોંગ્રેસ, NCP (શરદ પવાર) અને શિવસેના (UBT) વચ્ચે થઈ રહી છે. નાના પક્ષો સાથે બેઠકો બાકી છે. મારા ટ્વીટ દ્વારા હું તેમને યાદ અપાવતો હતો કે, મોડું થઈ રહ્યું છે અને તમે બધી લિસ્ટ ફાઈનલ કરી રહ્યા છો. મેં સાંભળ્યું કે કોંગ્રેસ પણ કંઈક જાહેરાત કરવા જઈ રહી છે, તેથી મેં ટ્વિટ કર્યું. કોઈ ગુસ્સો નથી. ગઈકાલે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી કાશ્મીરમાં હતા, મેં ટ્વીટ કર્યું, જેથી તેઓ ચર્ચા કરી શકે. હું 12 સીટો માંગી રહ્યો છું. કોંગ્રેસ ભિવંડીમાં નહીં જીતી શકે, પણ હું જીતી શકું છું.’

અગાઉ અબુ આઝમીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં, જો મહાવિકાસ આઘાડીની કોઈપણ પાર્ટી, તે કોંગ્રેસ હોય, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર), અથવા શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી સાથે વાત કર્યા વિના અથવા તેને વિશ્વાસમાં લીધા વિના વિધાનસભા ઉમેદવારોની યાદી જાહેર કરે છે. એનો મતલબ એ કે તેઓ સમાજવાદી પાર્ટીને મહાવિકાસ અઘાડીનો ભાગ માનતા નથી. સમાજવાદી પાર્ટી સાથે વાત કર્યા વગર કોઈપણ પક્ષ ઉમેદવારોની જાહેરાત કરે તે ખોટું હશે. જ્યારે મહાવિકાસ અઘાડીનો ઉદ્દેશ્ય તમામ બિનસાંપ્રદાયિક પક્ષોને સાથે રાખવા અને સાંપ્રદાયિક સરકાર સામે લડવાનો છે.’

અબુ આઝમીએ આગળ લખ્યું, ‘આ સંજોગોમાં હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અખિલેશ યાદવ જી પાસેથી પરવાનગી માંગુ છું કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ગમે તે આવે, સમાજવાદી પાર્ટી જે એસેમ્બલીમાં મજબૂત છે, એવી વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડવા માંગે છે.’

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!