મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થવાના છે. બધી પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઇ છે. પરંતુ મહારાષ્ટ્રમાં આ 4 પાર્ટી સત્તાધારી ગઠબંધન અને વિપક્ષના મહા વિકાસ અઘાડી ગઠબંધનનો ખેલ બગાડી શકે છે. જાણકારોએ 4 પાર્ટીને ROJA નામ આપ્યું છે. રાજ ઠાકરે, ઔવેસી, જરાંગે અને આંબેડકર
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ લોકસભા 2024માં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ વિધાનસભામાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેની પાર્ટી ઉદ્ધવ ઠાકરેની વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે. ઔવેસીની પાર્ટી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં તેમના ઉમેદવારોને ઉતારે છે એટલે મહાવિકાસ અઘાડીને નુકશાન થઇ શકે.
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે આ વખતે પહેલીવાર ચૂંટણી લડવાના છે અને તે મરાઠાવાડનું સમીકરણ બગાડી શકે છે. પ્રકાશ આંબેડકરની પાર્ટિ વંચિત બહુજન અઘાડી મહાવિકાસ અઘાડીને નુકશાન કરશે. કારણે કે 2019ની ચૂંટણીમાં આંહેડકરની પાર્ટીનો વોટ શેર વધ્યો હતો.