fbpx

જેઠાલાલને પણ પાછળ છોડી કપિલ બન્યો સૌથી ધનિક TV સ્ટાર, એપિસોડ દીઠ લે છે આટલા કરોડ

Spread the love

TV સિરિયલોના એક્ટર્સ અને ફેમસ સ્ટાર્સ પણ મોટી ફી વસૂલે છે. કેટલાક મોટા ચહેરા દરેક એપિસોડમાંથી સારી કમાણી કરે છે. પરંતુ કપિલ શર્મા આ પ્રખ્યાત સ્ટાર્સને પાછળ છોડીને સૌથી મોંઘા TV સ્ટાર બની ગયા છે. ચાલો તમને તેની કમાણી જણાવીએ.

ભારતીય ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા પ્રત્યેક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ અભિનેતાની કુલ નેટવર્થ વધીને 300 કરોડ રૂપિયા થઈ જાય એમાં કોઈ નવાઈ નથી. સાસ-બહુ સિરિયલો હોવા છતાં, ટેલિવિઝનના સૌથી ધનિક અભિનેતાનું બિરુદ કોઈ બીજાને મળ્યું છે. આ બીજું કોઈ નહીં પણ કપિલ શર્મા છે. આવો અમે તમને સૌથી અમીર TV સ્ટારની કમાણી, નેટવર્થ અને વૈભવી જીવન વિશે જણાવીએ.

તેમાં રૂપાલી ગાંગુલી પણ છે, જે પ્રતિ એપિસોડ રૂ. 3 લાખ કમાય છે અને ‘નાગિન 6’ની તેજસ્વી પ્રકાશ જેવા જાણીતા ચહેરા પણ આ યાદીમાં છે. પરંતુ ભારતીય ટેલિવિઝનનો સૌથી ધનિક અભિનેતા બીજો કોઈ નહીં પણ કોમેડિયન કપિલ શર્મા છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના હોસ્ટ કપિલ શર્મા પ્રતિ એપિસોડ 5 કરોડ રૂપિયા કમાય છે. તેમની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કપિલ શર્માને 2007માં શરૂ થયેલી ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 3’થી ખ્યાતિ મળી હતી. તેણે 2013માં કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ત્યાર પછી 2016થી 2023 સુધી ધ કપિલ શર્મા શોને હોસ્ટ કર્યો હતો, ત્યારપછી થી તેનો દબદબો છવાયેલો રહ્યો છે.

આ દરમિયાન સુનીલ ગ્રોવરને દરેક એપિસોડ માટે 25 લાખ રૂપિયા મળે છે. આ શોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. શોની સફળતા કપિલની આખી ટીમ પર નિર્ભર છે.

કપિલ શર્માની પાસે અંધેરીમાં રૂ. 15 કરોડનું વૈભવી એપાર્ટમેન્ટ છે, જ્યાં તે તેની માતા, પત્ની ગિન્ની ચતરથ અને તેમના બે બાળકો સાથે રહે છે. તેમનું ભવ્ય ઘર ખૂબ જ સુંદર છે. તેના ઘરના ફોટા અગાઉ પણ પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. આ સિવાય કપિલ શર્મા પાસે ચંદીગઢની બહાર એક ફાર્મહાઉસ પણ છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે.

કપિલ શર્માના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, તેની પાસે વોલ્વો XC90, મર્સિડીઝ-બેન્ઝ S350, રેન્જ રોવર ઇવોક અને રૂ. 5.5 કરોડની કિંમતની કસ્ટમ-ડિઝાઇન કરેલી વેનિટી વાન પણ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!