fbpx

ન્યાયની દેવીની પ્રતિમાને લઈ વિવાદ,પટ્ટી હટાવવાથી સુપ્રીમકોર્ટ બાર એસોસિએશન નારાજ

Spread the love

બાર એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં દાયકાઓ પછી બદલાયેલી ન્યાયની દેવીની પ્રતિમા મુકવામાં આવી રહી હોવા અંગે સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને જૂની પ્રતિમામાં ફેરફાર કર્યા પછી નવી પ્રતિમા સ્થાપિત કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. બાર એસોસિએશને એક ઠરાવ પસાર કર્યો હતો કે, આ ફેરફાર કરતા પહેલા અમારા સભ્યો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, અમારી પાસે કોઈ માહિતી નથી કે, કઈ વ્યાખ્યાના આધારે આ ફેરફારો કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં સ્થાપિત ન્યાયની દેવીની પ્રતિમામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમાં પ્રતિમાની આંખ પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે અને એક હાથમાં તલવારની જગ્યાએ બંધારણને સ્થાન આપવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા કરવામાં આવેલો આ ફેરફાર એ વાતનું પ્રતિક છે કે ભારતમાં કાયદો ન તો આંધળો છે કે ન તો દંડાત્મક છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એકપક્ષીય રીતે કેટલાક ખુબ જ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો દરમિયાન બાર એસોસિએશન સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો, જેમ કે અમે પણ ન્યાયના વહીવટમાં સમાન હિસ્સેદાર છીએ. કોર્ટ સમક્ષ અમારો પ્રશ્ન એ છે કે, જ્યારે આ ફેરફારોની દરખાસ્ત કરવામાં આવી હતી, તો અમારી સાથે શા માટે ચર્ચા કરવામાં આવી ન હતી.

ન્યાયની દેવીની જૂની પ્રતિમામાં ત્રાજવું સંતુલન અને ન્યાયીપણું રજૂ કરે છે, જ્યારે તલવાર કાયદાની શક્તિનું પ્રતિનિધિત્વ કરતુ હતું. જો કે, નવી પ્રતિમા ભારતના વસાહતી વારસાને પાછળ છોડતી જોવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ આ ફેરફાર દર્શાવે છે કે, ભારતીય કાયદો આંધળો નથી. ન્યાયની દેવીની નવી પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં મૂકવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ જજોની લાઇબ્રેરીમાં પ્રસ્તાવિત મ્યુઝિયમ સામે વાંધો ઉઠાવ્યો છે. પસાર કરાયેલા ઠરાવમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એસોસિએશને તેના સભ્યોની જરૂરિયાતોને અનુરૂપ કાફે-કમ-લાઉન્જ માટે વિનંતી કરી હતી કારણ કે હાલનું કાફેટેરિયા તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અપૂરતું છે. બાર એસોસિએશન વતી એવું કહેવામાં આવ્યું હતું કે, અમે એ વાતથી ચિંતિત છીએ કે, ન્યાયાધીશોની લાઇબ્રેરીમાં મ્યુઝિયમ બનાવવા અંગે અમારો વાંધો હોવા છતાં પણ તેના પર કામ શરૂ થઈ ગયું છે, જ્યારે અમારા કાફેટેરિયા અંગે કોઈ સુનાવણી થઈ નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!