પ્રાંતિજ ખાતે સત્સંગ સપ્તાહ અને ભગવાન વાલ્મીકિજીને સામૂહિક પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
- હનુમાન ચાલીસી , સામૂહિક પુષ્પાંજલિ , રામધૂન સહિત ના કાર્યક્રમો યોજાયા
- વિશ્વ હિંદુ પરિષદ , પ્રાંતિજ પ્રખંડ સંત્સગ વિભાગ દ્રારા કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સત્સંગ સપ્તાહ અને ભગવાન વાલ્મિકીજી ને સામૂહિક પુષ્પાંજલિ સહિત હનુમાન ચાલીસા , રામધૂન , આરતી સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
વિશ્વ હિંદુ પરિષદ, પ્રાંતિજ પ્રખંડના સંત્સગ વિભાગ દ્વારા સત્સંગ સપ્તાહ નિમિત્તે હનુમાન ચાલીસા, રામધૂન, ભગવાન વાલ્મિકીજીને સામુહિક પુષ્પાંજલિ તથા સમૂહ આરતી નું આયોજન સાબરકાંઠા વિભાગના સામાજિક સમરસતા પ્રમુખ નટુભાઈ બારોટ ના ઘરે કરવામાં આવ્યું હતું જેમા આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર પુજય સુનિલદાસજી મહારાજ , સાબરકાંઠા વાલ્મિકી સમાજના અગ્રણી આર. કે. ચૌહાણ , ગુજરાત ક્ષેત્ર સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલ , પ્રાંતિજ પ્રખંડ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ , પ્રખંડ ધમૅપ્રસાર પ્રમુખ સુનિલભાઈ કડિયા , પ્રખંડ સત્સંગ પ્રમુખ પરેશભાઈ જોષી વગેરે નગરના કાર્યકર્તાઓ તથા મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા , કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય તથા ભગવાન વાલ્મિકીજીને સામૂહિક પુષ્પાંજલિ કરવામાં આવી હતી તથા આર. કે. ચૌહાણને તિલક પૂજન તથા પંચાંગ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર સુનિલદાસજી મહારાજે ભગવાન વાલ્મિકીજી તથા રામાયણ વિશે સુંદર પ્રવચન કર્યું હતું. ગુજરાત ક્ષેત્રિય સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલે ષષ્ઠિપૂર્તિ તથા પંચસંકલ્પ પર્યાવરણ, સ્વદેશી, નાગરિક કર્તવ્ય , પરિવાર પ્રબોધન તથા સામાજિક સમરસતા વિષય એ કાર્યકર્તાઓને વિશેષ જાણકારી આપી હતી તથા સત્સંગને માધ્યમ બનાવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યને વ્યાપક બનાવવા આહવાન કર્યું હતું કાર્યક્રમના અંતે બધાએ જલ્પાન તથા પ્રસાદ ગ્રહણ કર્યો હતો તો કાર્યક્રમ દરમ્યાન નટુભાઈ બારોટના દિકરાની દિકરી સ્વરા નો જન્મ દિવસ હતો અને નટુભાઈના પરીવારમાં જન્મ દિવસની ઉજવણી આવા ધાર્મિક કાર્યક્રમો કરીને ઉજવવામાં આવે છે માટે હાજર સૌએ સ્વરા ને અભિનંદન પાઠવ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ