આ વર્ષે ભારતીય IPO માર્કેટમાં ખૂબ રોનક જોવા મળી અને ટાટાથી લઇને હ્યુન્ડાઇ જેવી મોટી કંપનીઓએ પોતાના IPO રજૂ કર્યા છે, પરંતુ આપણે અહી વાત કરી રહ્યા છે. આ અઠવાડિયે આવેલા એનર્જી વારી એનર્જીસના IPOની, જેણે ટાટા અને બજાજ જેવી કંપનીઓને પાછળ છોડી દીધી છે. આ IPOએ અત્યાર સુધી આવેલા કોઇ પણ ઇશ્યૂછી વધુ અરજીઓ પ્રાપ્ત કરી છે અને રેકોર્ડ બનાવી દીધો છે. સોલર મોડ્યૂલ મેન્યૂફેક્ચરર કંપનીવાળી એનર્જીસનો IPO છેલ્લા 21 ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ઓપન થયો હતો અને 23 ઓક્ટોબરે ક્લોઝ થઇ ગયો હતો.
આ ઇશ્યૂની સાઇઝ 4321.44 કરોડ રૂપિયા હતી અને પ્રાઇઝ બેન્ડની જો વાત કરીએ તો તે 1427 થી 1503 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. આ IPO હેઠળ 2.4 કરોડ શેર ફ્રેશ ઇશ્યૂના માધ્યમથી જાહેર કરવામાં આવ્યા હતા, જેની કિંમત 3600 કરોડ રૂપિયા છે. તો OFSના માધ્યમથી 721.44 કરોડ રૂપિયાના કુલ 48 લાખ શેર જાહેર થયા હતા. ગુરુવારે આ IPOની અલોટમેન્ટ પ્રોસેસ થશે. હવે વાત કરીએ કે આખરે એનર્જી કંપનીનો આ IPO કઇ રીતે પાછલા ટાટા અને બજાજના ઇશ્યૂથી આગળ નીકળી ગયો. વારી એનર્જીસના IPOને રોકાણકારોનો શાનદાર રિસ્પોન્સ મળ્યો છે અને તેને કુલ 79.44 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.
રિટેલ કેટેગરીમાં આ IPOને 11.27 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો. 215,03 ગણો QIB અને 65.25 ગણો NII કેટેગરીમાં બુકિંગ થયો હતો. આ ઇશ્યૂને 160.91 કરોડથી વધુ શેરો માટે બોલીઓ મળી. એટલું જ નહીં અંતિમ દિવસ સુધી 97 લાખથી વધુ રેકોર્ડ અરજીઓ મળી છે જે પોતાની જાતમાં કોઇ પણ IPO માટે સૌથી વધુ અરજીઓનો રેકોર્ડ છે. એ અગાઉ આ મામલે ટોપ પર બજાજ હાઇસિંગ ફાઇનૅન્સનો IPO હતો. ઉલ્લેખનીય છે કે વારી IPOને કુલ 97.34 લાખ અરજીઓ મળી છે, જ્યારે આ અગાઉ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOને 90 લાખ અરજીઓ મળી હતી. તો ટાટા ટેક IPO અત્યાર સુધી આ મામલે બીજા નંબર પર હતો અને તેના IPOને 73 લાખ અરજીઓ મળી હતી.
શેર બજારમાં વારી એનર્જીસના IPOની શાનદાર લિસ્ટિંગના સંકેત મળી રહ્યા છે. તેનો અંદાજો તેના ગ્રે-માર્કેટ પરફોર્મસનને જોઇને પણ લગાવી શકાય છે. વારી એન્જિયર્સ IPOનું ગ્રે-માર્કેટ પ્રીમિયમ ગુરુવારે સવારે 10:00 વાગ્યાની આસપાસ 1560 રૂપિયા હતું. આ હિસાબે આ ઇશ્યૂની માર્કેટ લિસ્ટિંગ 3063 રૂપિયા પર થઇ શકે છે એટલે કે રોકાણકારોના પૈસા લિસ્ટિંગ સાથે જ ડબલ થઇ શકે છે. 23 ઓક્ટોબરે ક્લોઝ થયેલા વારી એનર્જીસના IPOની અલોટમેન્ટ પ્રોસેસ આજથી શરૂ થઇ રહી છે. જેને શેર નહીં મળે, તેમના અકાઉન્ટમાં પૈસા આજે જ પરત આવી શકે છે. વારી એનર્જીસના શેર BSE અને NSE પર લિસ્ટ થશે, જે 28 ઓક્ટોબરે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે.